Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉદયપુરથી ૧૦૦ કિ.મી. દુર ડુંગરપુર નજીક આદિવાસી યુવાનોનું આંદોલન હિંસક બન્યુઃ પોલીસ સાથે અથડામણઃ રાત્રે હાઇ-વે ઉપર ૧૦ કિ.મી.નો જામઃ સ્થિતિ સ્ફોટક બનેલ

ગુજરાત આવતી ખાનગી બસોને ગામડાઓના રસ્તે વાળવી પડયાનો અહેવાલ

રાજકોટઃ રાજસ્થાનના ઉદયપુરથી ૧૦૦ કિલોમીટર દૂર ડુંગરપુરની એક પહાડી ઉપર નેશનલઃ હાઈવે ઉપર ગઇરાત્રે ૧૦ કિલોમીટરનો જામ સર્જાયો હતો. આદિવાસી શિક્ષિત યુવાનો અહીં મહા પડાવ નાખી આંદોલન કરી રહ્યા છે. આ યુવાનો અને પોલીસ વચ્ચે બેફામ પથ્થરમારો થયો છે. પોલીસને ભાગવું પડ્યું હોવાના હેવાલો છે. કાંકરી ડુંગરીના યુવાનો પોતાને ગુલામ સમજી રહ્યા છે અને આઝાદીના  નારા લગાવ્યા છે. ૧૧૦૦થી વધુ જગ્યા ઉપરની ભરતી બાબતે લાંબા સમયની માગણીઓ હવે રસ્તા ઉપર આવી ગઈ છે. પોલીસ ઉપર પથ્થરમારો તથા સંખ્યાબંધ. વાહનોને સળગાવી દેવાયા છે. ગુજરાત તરફ આવતી ખાનગી બસો ગઇરાત્રે રાજસ્થાનના ગામડાંઓમાં થઈને આવી રહ્યાનું પણ જાણવા મળે છે. સ્થિતિ સ્ફોટક હોવાનું ચર્ચાય છે.
 

(11:37 am IST)