Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

વૈશ્વિક માર્કેટમાં ક્રૂડઓઈલમાં ગાબડાં:સતતત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવો યથાવત

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલા ઘટાડાને સ્થાનિક બજારમાં જોવામાં આવી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. શુક્રવારે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલ 71.28 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

ઇન્ડિયન ઓનની વેબસાઇટ અનુસાર, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતાના અન્ય મહાનગરોમાં પેટ્રોલની કિંમત અનુક્રમે લીટર દીઠ રૂ. 87.74, રૂ. 84.14, અને રુ. 82.59 છે. તે જ સમયે, ડીઝલ પણ અનુક્રમે. 77.74, રૂપિયા 76.72 અને. 74.80 રૂપિયામાં ઉપલબ્ધ છે.

(12:14 pm IST)