Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

દેશનો પ્રથમ કિસ્સો : કેરળનો એક જ વ્યકિત ૬ મહિનામાં ૩ વાર કોરોના પોઝિટિવ થયો : સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

પહેલીવાર માર્ચમાં, બીજીવાર જુલાઈમાં અને ત્રીજી વાર તે સપ્ટેમ્બરમાં કોરોના પોઝિટિવ થયો છે : હવે તેના પર વિશ્લેષણ ચાલી રહ્યું છે

નવી દિલ્હી,તા. ૨૫:કેરળના ત્રિશૂલમાં રહેનારો એક વ્યકિત ગત ૬ મહિનામાં ૩ વાર કોરોના પોઝિટિવ થયો છે. પાલાવેલિલ સાવિયો જોસેફ(૩૮) પોન્નુક્કરાનો રહેવાસી છે. આ કેસમાં બને સ્વાસ્થ્ય વિભાગ વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યું છે. સાવિયો ઓમાનમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં સુપરવાઈઝર છે. પહેલીવાર તે જયારે કોરોનાગ્રસ્ત થયા હતા ત્યારે તે ત્યાં જ હતા.

સોવિયોએ જણાવ્યું કે મારા સહકર્મચારી ચીન ગયા હતા. તે ત્યાંથી કોરોનાગ્રસ્ત થઈને પાછા ફર્યા હતા. તેમનાથી મને માર્ચમાં કોરોના થયો હતો. છાતીમાં દુખાવો થયા બાદ મને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને મને મસ્કતની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં સાજા થતા મને રજા આપી દેવામા આવી હતી.

સોવિયો જૂનમાં ભારત આવ્યો હતો. જૂલાઈમાં તેને ફરી કોરોના થયો. તેમને ત્રિશૂલ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાજા થતાં ૨૨ જુલાઈએ તેઓને રજા આપી દેવાઈ હતી.

૨ અઠવાડીયા બાદ તેમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ટેસ્ટ કરાવતા ૫ સપ્ટેમ્બરે તે ફરીથી પોઝિટીવ આવ્યા. સાજા થતા ૧૧ સપ્ટેમ્બરે તેમને રજા અપાઈ.

જોકે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે બની શકે છે કે આ રી ઈન્ફેકશનનો કેસ થઈ ગયો છે અથવા ખોટા રિપોર્ટનો. રાજયની વિશેષ કમિટી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે. આવો કેસ પહેલા કયાંય પણ નોંધાયો નથી આથી તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમય દરમિયાન સોવિયોની પત્નીએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે પણ તેઓએ તેમનું મોઢું શુદ્ઘા જોયું નથી.

(2:39 pm IST)