Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નાર્કોટીક બ્યુરો સમક્ષ અભિનેત્રી રકુલપ્રીતસિંઘનો વિસ્ફોટ

રિયા ચક્રવર્તીએ મારે ત્યાં ડ્રગ્સ મૂકેલ : દિપીકા પાદુકોણ ડ્રગ ચેટ ગ્રુપ ચલાવતી હતી? એડમીન હતી? કાલે દીપિકા, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાનની પૂછપરછ

નાર્કોટીકસ બ્યુરોએ આજે અભિનેત્રી રકુલપ્રિતસિંહની પૂછપરછ કરી હતી. સ્ટાર સનમ તથા અબીગેલે આપેલી માહિતીને આધારે એનસીબીએ મુંબઈમાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રકુલે એનસીબી સમક્ષ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. રકુલે કહ્યુ હતું કે તેણે કયારેય ડ્રગ્સ લીધુ નથી અને ડ્રગ્સ પેડલર્સ સાથે તેનું કોઈ કનેકશન નથી. ૨૦૧૮માં રીયા સાથે થયેલી ડ્રગ ચેટની વાત સ્વીકારી હતી. તેણે કહ્યુ હતું કે તે ચેટમાં જે વાત થતી હતી તેમાં રીયાએ તેની પાસે ડ્રગ્સ માગ્યુ હતું. કારણ કે રીયાએ તેના ઘરે ડ્રગ્સ મૂકયુ હતું.

રકુલપ્રીતસિંહ તથા દીપીકાની મેનેજર કરીશ્મા પ્રકાશને સામસામે બેસાડીને નાર્કોટીક બ્યુરોએ પૂછપરછ કરી હતી. બંનેને જયા સાહાની ચેટ બતાવીને સવાલ કરવામાં આવ્યા હતા. તેવુ પ્રસિદ્ધ થયુ છે.

થોડા સમય પહેલા દીપીકા - કરીશ્માની ૨૮ ઓકટોબર,  ૨૦૧૭ની વ્હોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા. જેમાં દીપીકા, મેનેજર કરીશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમીન દીપીકા પાદુકોણ પોતે જ હતી.

દરમિયાન આવતીકાલે ૨૬ સપ્ટેમ્બરના સારા અલી ખાન, દીપીકા પાદુકોણ તથા શ્રદ્ધા કપૂરની નાર્કોટીક બ્યુરો પૂછપરછ કરશે તેમ જાણવા મળે છે.

(3:35 pm IST)