Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

શિક્ષણનું મંદિર બન્યું અશ્લીલતાનું કેન્દ્રઃ મહિલા ટીચરોનું યૌન શોષણઃ ટોઇલેટમાં કેમેરા

મેરઠની શરમજનક ઘટનાઃ મેનેજમેન્ટે ૫૨ ટીચરના વિડિયો ઉતારી મફત નોકરી કરાવી

મેરઠ, તા.૨૫: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. જેમાં ૫૨ જેટલા શિક્ષકોએ પ્રાઈવેટ સ્કૂલ સામે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. અમારા સહયોગી વ્બ્ત્દ્ગક રિપોર્ટ મુજબ, શિક્ષકોનો આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ તેમનો ટોઈલેટમાંથી સિક્રેટ વિડીયો ઉતારી લીધા અને બાદમાં બ્લેકમેઈલ કરીને મહિનાઓ સુધી પગાર આપ્યા વિના જ નોકરી કરાવી.

રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે, જયારે પણ આ શિક્ષકો પોતાની પેન્ડીંગ સેલેરી વિશે પૂછતા તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો સેક્રેટરી તેમના આ અશ્લીસ ફોટો અને વિડીયો દ્વારા ધમકાવતો હતો.

પોલીસે આ મામલે બુધવારે મેનેજમેન્ટ કમિટીના સેક્રેટરી તથા તેના દીકરા વિરુદ્ઘ કથિત જાતીય સતામણીની જ્ત્ય્ નોંધી છે. આરોપીઓ વિરુદ્ઘ IPLની કલમ ૩૫૪ (a), ૩૫૪(c) અને ૫૦૪ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બુધવારે સાંજે સેક્રેટરીના દીકરીની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે મેનેજમેન્ટ કમિટીના સેક્રેટરીએ પોતાના પર લાગેલા જાતીય સતામણીના તમામ આરોપોને ફગાવ્યા હતા. સેક્રેટરીનું કહેવું છે કે, મહિલાઓના ટોઈલેટમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. પરંતુ તેમણે જેન્ટ્સ ટોઈલેટમાં સીસીટીવી લગાવેલા છે. હાલમાં જ સ્કૂલમાં એક હત્યા થઈ હતી આવી દ્યટનાને અટકાવવા કેમેરા લગાવાયા છે. સેક્રેટરીએ જોકે સ્વીકાર્યું હતું કે હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીની સ્થિતિમાં સ્કૂલે છેલ્લા કેટલાક મહિનાઓથી શિક્ષકોને પગાર આપી શકી નથી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના આ કપરા સમયમાં હાલ મોટાભાગની સ્કૂલો ઓનલાઈન ચાલી રહી છે. જોકે અનલોક-૪માં કેન્દ્ર સરકારે રાજયોને ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓને કલાસમાં જવાની મંજૂરી આપી હતી. છતાં ઘણા ઓછા રાજયોએ ફરીથી સ્કૂલો શરૂ કરી છે. લોકડાઉનના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ જતા વાલીઓ સ્કૂલ ફીને લઈને પણ નારાજ છે. પરિણામે દ્યણી સ્કૂલોને શિક્ષકોનો પગાર ચૂકવવા માટે ફાંફા પડી રહ્યા છે.

(3:39 pm IST)