Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ડ્રગ્સ કેસ

રકુલ પ્રીતે ડ્રગ્સ લેવાનો કર્યો ઇન્કાર : NCB સામે રિયા સાથે ચેટ કરવાની વાત સ્વીકારી

રકુલ અને કરિશ્મા આમને-સામને : બંને ને જયા સાહાની ચેટ દેખાડીને પૂછપરછ કરાઇ : મુંબઇમાં ત્રણ સ્થળોએ NCBના દરોડા : ધર્મા પ્રોડકશનના ક્ષિતિજ પ્રસાદના ઘરે ડ્રગ્સ મળ્યું : રકુલે કહ્યું કે મારા ઘરે રિયાનું ડ્રગ્સ રાખ્યું હતું અને રિયા મારી પાસે ડ્રગ્સ મગાવી રહી હતી અને રિયાનું ડ્રગ્સ મારી પાસે રાખ્યું અને ડ્રગ્સ પેડલર્સ સાથે કોઇ કનેકશન નથી

મુંબઇ તા. ૨૫ : બોલિવુડ ડ્રગ્સ લિંકમાં હવે એનસીબી રકુલપ્રીતસિંહની પૂછપરછ કરી રહી છે. રકુલપ્રીત એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી ચુકી છે. તેની સાથે જ દિપીકા પાદુકોણની મેનેજર કરીશ્મા પ્રકાશ અને ધર્મા પ્રોડકશનના ડાયરેકટર ક્ષિતિજ પ્રસાદની પણ પૂછપરછ કરવામાં આવશે. એનસીબી સૌથી પહેલા રકુલપ્રીત પૂછપરછ કરશે. રકુલે ગઇકાલે જ પૂછપરછ માટે આવવાનું હતું પરંતુ રકુલપ્રીતની ટીમે કહ્યું કે, તેને સમન મળ્યું નથી તેથી તે હવે આજે પૂછપરછ માટે પહોંચી છે. દિપીકાની મેનેજર કરિશ્માની પૂછપરછ બપોર બાદ થશે.

એનસીબી ડ્રગ્સ કેસમાં રકુલપ્રીત સિંહે પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનસીબીની સામે રકુલે ડ્રગ્સ લેવાનો કર્યો ઇનકાર અને સાથે જ કોઇ ડ્રગ્સ પેડલર્સ સાથે સંપર્ક હોવાની વાતને પણ નકારી છે. રકુલે રિયા સાથે ૨૦૧૮માં ડ્રગ્સ ચેટની વાત કબુલી. રકુલના જણાવ્યા મુજબ તેના ઘર રિયાનું ડ્રગ્સ રાખ્યું હતું.

ધર્મા પ્રોડકશનના ડાયરેકટર ક્ષિતિજ પ્રસાદના ઘરમાંથી એનસીબીએ ડ્રગ્સ જપ્ત કર્યું છે. ક્ષિતિજને ગઇકાલે સમન્સ મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ એનસીબીની ટીમે ક્ષિતિજના ઘરે પહોંચી હતી. ત્યાં દરોડામાં તેના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એનસીબીની ટીમ ક્ષિતિજને ગેસ્ટહાઉસ લઇને આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

(3:39 pm IST)