Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મુંબઇના બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્‍મહત્‍યાના બનાવમાં કરણ જાહેરની પાર્ટીના સભ્‍યો પણ એનસીબીના રડાર પર લાઇનમાં છે ગમે ત્‍યારે પુછપરછ થઇ શકે

ર૦૧૯માં થયેલી પાર્ટીમાં કોકીનનો છુટથી ઉપયોગ થયાની આશંકા પર તપાસ કરી શકે એનસીબી

મુંબઇ : સુશાંતસિંહ રાજપૂત કેસમાં અને ડ્રગ્‍સ મામલામાં રોજ નવા-નવા નામ બહાર આવતા જાય છે જેથી ગુન્‍હાની કડી મેળવવા એનસીબી નવા-નવા લોકોને પુછપરછ માટે બોલાવી શકે તેવા લોકોની યાદી લાંબી થતી જાય છે.

પાર્ટી અંગે કેટલાક એવા એલિમેન્ટ નજરે પડે છે, જેમાં પાર્ટીમાં ડ્રગ્સની વાત દેખાઇ રહી છે. 27 જૂલાઈએ થયેલી પાર્ટી (Party)માં NCBને કોકીનનો ઉપયોગ થવાની શંકા છે.

એક્ટ્રેસ રકુલ પ્રીતની પૂછપરછ પછી પાર્ટી ની તપાસ શરૂ થઇ શકે છે. રકુલ પ્રીત સાથે થયેલી પૂછપરછ પછી NCB ઓફિસ પહોંચેલા કેપીએસ મલ્હોત્રા, કરણ જોહરના નજીકના ક્ષિતિજ પ્રસાદ અને અનુભવથી થઇ રહેલી

ઉલ્લેખનીય છે કે કરણ જોહરની પાર્ટી માં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોડા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન, વિક્કી કૌશલ, રણબીર કપૂર, શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત જેવા સ્ટાર હાજર હતા. પાર્ટીનો વીડિયો કરણ જોહરે 28 જુલાઈ 2019ના રોજ પોસ્ટ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા ક્ષિતિજ પ્રસાદનો નામ એક ડ્રગ પેડલર સાથે થયેલી પૂછપરછમાં સામે આવ્યો હતો. તેના કારણે તેને નોટિસ મોકલી બોલાવવામાં આવ્યો છે. તે પછી તેના ઘરે પુરાવા શોધવા માટે એનસીબીએ તપાસ કરી.

જ્યારે એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યું છે. શનિવારે તેઓ NCB ઓફિસ જશે. NCB તેને પણ નોટિસ મોકલી હતી. શનિવારે NCB તેની પૂછપરછ કરશે.

ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા કરણ જોહર તેની ફેમિલી સાથે ગોવામાં હતો. કરણ સાથે તેની માં હીરૂ જોહર અને બાળક રૂહી અને યશ જોહર સાથે હતા. તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો.

(10:23 pm IST)