Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લિફટના દરવાજા જામ હોવાથી અને એમાં પાણી ભરાવાથી મુંબઇમાં ર ગાર્ડસના મોત થયા

મુંબઇની એક ઇમારતના બેસમેંટમાં ઉભેલ લિફટમાં પાણી ભરાવાથી એના દરવાજા જામ થઇ ગયેલ જેથી બે સિકયોરીટી ગાર્ડના મોત થયા.પોલિસએ કહ્યું એમના લિફટમાં ઘુસતા દરવાજા બંધ થયા અને કોઇ ટેકનીકલી ખરાબીના કારણ ના તો દરવાજા ખુલ્યા અને ના લિફટ ચાલુ થઇ ફાયર બ્રિગેડવાળાએ લિફટને કાપીને શબ બહાર કાઢયા.

(12:00 am IST)
  • અભૂતપૂર્વ ઘટના!! : ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી :દક્ષિણ કોરીયાના ઓફીસરની હત્યા કરવા માટે એક અભૂતપૂર્વ ઘટનામાં ઉત્તર કોરીયાના સરમુખત્યાર કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી હોવાનું દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિની ઓફીસે જાહેર કર્યું છે. દ. કોરીયાએ કહેલ કે ૪૭ વર્ષનો વ્યકિત ઉત્તર કોરીયા જવા માગતો હતો ત્યારે તેને ફુંકી મારવામાં આવેલ. ઉત્તર કોરીયાએ પોતાના રાષ્ટ્રમાં કોરોના આવતો અટકાવવા માટે 'શુટ ટુ કીલ'ની નીતી અપનાવી છે. દ.કોરીયાના રાષ્ટ્રપતિ મુનને પત્ર પાઠવી કીમ-જોંગ ઉને માફી માગી લખ્યુ છે કે આવુ બનવુ જોઇતુ ન હતુ. ઉ-કોરીયાએ વિગતો જાહેર કરતા લખ્યુ છે કે આ વ્યકિત ઉપર ૧૦ શોટફાયર કરાયેલા. access_time 2:32 pm IST

  • ડ્રગ્સ કેસઃ એનસીબી સમક્ષ હાજર થઇ રકુલઃ મુંબઇમાં દરોડો : આજે અભિનેત્રી રકુલ પ્રિત પહોંચી છે એનસીબીની કચેરીએઃ પુછપરછ શરૃઃ દરમ્યાન મુંબઇમાં ૩ સ્થળે નારકોટીકસ બ્યુરોએ દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે access_time 11:32 am IST

  • બિહારમાં ચૂંટણીઓ ટાળવા માટે સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યોઃ ચૂંટણી પંચ નિર્ણય લેવામાં સક્ષમઃ સર્વોચ્ચ અદાલત : દેશમાં વ્યાપેલા કોરોના સંક્રમણને કારણે બિહારની ચૂંટણી ટાળવા સુપ્રિમમાં થયેલ અરજી ઉપર ચુકાદો access_time 11:57 am IST