Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મધ્યપ્રદેશ : તમામને વેક્સિન આપવામાં આવી હોવા છતાં ઇન્દોરની લશ્કરી છાવણીમાં 30 અધિકારીઓ થયા કોરોના સંક્રમિત : ખળભળાટ

ઇન્દોર : મધ્યપ્રદેશના ઇન્દોરના મહુ વિસ્તારમાં લશ્કરી છાવણીમાં લગભગ 30 અધિકારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. ઇન્દોરના ચીફ મેડિકલ ઓફિસર (CMHO), બીએસ બેતીયાએ આ માહિતી આપી અને કહ્યું હતું કે તમામ ચેપગ્રસ્ત લોકોને કોરોનાની રસીનો ડોઝ પહેલા જ આપવામાં આવ્યો છે. અમે તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધી રહ્યા છીએ.

 

તેમને લશ્કરી હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કડક લોકડાઉન અમલમાં છે. બધા ચેપગ્રસ્ત અધિકારીઓમાં કોરોના ચેપના લક્ષણો નથી. તાજેતરમાં જ આ અધિકારીઓ ઉત્તર ભારતના બે રાજ્યોમાંથી તાલીમ લીધા બાદ પાછા આવ્યા છે. લાંબા સમય બાદ આવા ચેપના કેસ મળ્યા બાદ રાજ્યમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

(9:34 am IST)