Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જયપુરમાં ભયંકર અકસ્માત : ઇકો વાન ટ્રકમાં ઘુસી જતા છ લોકોના કરૂણમોત

મૃતકો રાજસ્થાન ટીચર્સ ઇલિજિવિલિટી ટેસ્ટ પરીક્ષા આપવા માટે બારાંથી સીકર જઇ રહ્યા હતા.

જયપુર : રાજસ્થાનના જયપુરના ચાકસૂમાં રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે  અહી બાઇપાસ પર એક ઇકો વાન ટ્રકમાં ઘુસી ગઇ હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તમામ મૃતક રાજસ્થાન ટીચર્સ ઇલિજિવિલિટી ટેસ્ટ (REET) પરીક્ષા આપવા માટે બારાંથી સીકર જઇ રહ્યા હતા.

વાનમાં 10 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના લોકો રીટની પરીક્ષામાં સામેલ થવા માટે બારાંથી સીકર જઇ રહ્યા હતા. રસ્તામાં અનિયંત્રિત થઇને વાન ટ્રકમાં પાછળથી ટક્કર મારી હતી જેમાં 6 લોકોના મોત થયા હતા. બાકી લોકોને મહાત્મા ગાંધી અને સવાઇ માનસિંહ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

REETની પરીક્ષા 26 સપ્ટેમ્બરે બે પાળીમાં થવાની છે. જેની માટે 16 લાખ 22 હજાર 19 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ સેવાની જાહેરાત કરી છે. રેલ્વેએ તેની માટે 11 વિશેષ ટ્રેન ચલાવવા પર સહમતિ આપી છે. કેટલાક અન્ય ટ્રેનનો અનુરોધ કર્યો છે. રાજ્યમાં 3993 પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે

(11:41 am IST)