Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યુ, વધુ મજબૂત બનશે

૪-૪ સિસ્ટમ્સ સક્રિયઃ ઓડિસ્સા અને આંધ્રપ્રદેશમાં ત્રણ દિ' ભારે વરસાદની સંભાવના

નવીદિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીના ઉત્તર- પૂર્વ અને પૂર્વ મધ્ય ભાગોમાં ડિપ્રેશન છે. જે વધુ મજબૂત થઈ આગામી ત્રણ દિવસમાં ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશા કિનારે ચક્રવાતની શકયતા છે. તે જ સમયે, એક ચક્રવાત પૂર્વ મધ્યપ્રદેશના ઉપરના ભાગમાં અને આસપાસની હવામાં રહે છે. બંગાળની ખાડી ઉપર હવાનું હળવું દબાણ બન્યું છે.

ચોમાસુ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આ ચાર હવામાન પ્રણાલીઓના પ્રભાવને કારણે મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના છે. ભોપાલ, ઈન્દોર, ઉજજૈન, હોશંગાબાદ વિભાગમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં ડીપ લો પ્રેશર એરિયા હવામાન કેન્દ્રના પૂર્વ વરિષ્ઠ હવામાનશાસ્ત્રી અજય શુકલાએ જણાવ્યું  હતું કે અત્યારે બંગાળની ખાડીમાં હવાનું  હળવું દબાણનું બન્યું છે. આ સિસ્ટમ્સ આજે ડિપ્રેશન બનશે. હાલમાં, ચોમાસુ જેસલમેર, અજમેર, નૌગાંવ, ડાલ્ટોનગંજ, જમશેદપુર, દિઘા થઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલ છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ્સ ૨૬ સપ્ટેમ્બરે ઓડિશાના કિનારે પહોંચશે. આ કારણે મધ્યપ્રદેશમાં શરૂ થયેલી વરસાદની પ્રક્રિયા ત્રણ- ચાર દિવસ સુધી ચાલુ રહેશે.

(12:48 pm IST)