Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નરેન્દ્રભાઈએ અમેરિકામાં કોને શું ભેટો આપી?

કમલા હૈરિસને તેમના દાદા પીવી ગોપાલન સાથે સંબંધિત જુની નોટિફિકેશનની કોપી તથા ગુલાબી મીનાકારી શતરંજનો સેટ ભેટમાં આપ્યાઃ જાપાનના પ્રધાનમંત્રી સુગાને ચંદનની બુદ્ધની મુર્તિ ભેટ કરી

નવી દિલ્હી,તા.૨૫: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા યાત્રા વખતે, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ, ઓસ્ટ્રેલિયાઈ પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા સાથે મુલાકાત કરી. આ સમયે પીએમ મોદીએ આ નેતાઓને ખાસ ભેટ આપી છે. આ ભેટ વિશે જાણીને તમે પણ કહેશો કે પીએમ મોદીની ગિફ્ટ ચોઈસ ખૂબ જ ખાસ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને તેમના દાદા પીવી ગોપાલન સાથે સંબંધિત જુની નોટિફિકેશનની એક કોપી ભેટમાં આપી. આ નોટિફિકેશનમાં કમલા હેરિસના દાદાની ભારતમાં સરકારી સેવા વિશેની જાણકારી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિના દાદા પી.વી. ગોપાલન એક વરિષ્ઠ અને સન્માનિત સરકારી અધિકારી હતા જેનમે ભારતીય પ્રશાસનિક સેવામાં રહેતા ઘણા પદો પર કામ કર્યું હતું. તેમણે ઉપરાષ્ટ્રપતિ હૈરિસને ગુલાબી મીનાકારી શતરંજનો સેટ પણ ભેટમાં આપ્યો. આ શતરંજ સેટ પર પ્રત્યેર ટુકડા પર જટિલ વિવરણથી જાણ થાય છે કે ક્યાંક સારી દસ્તકારી છે. ચમકીલા રંગ કાશીની જીવંતતાને દર્શાવે છે જે દુનિયાના સૌથી જુના શહેરોમાંથી એક છે.

જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાને પીએમ મોદીએ ચંદનની બુદ્ધની મુર્તિ ભેટ કરી હતી. જાપાનમાં બૌદ્ધ ધર્મ છઠી શતાબ્દીથી પ્રચલિત છે. સાથે જ આ ભારત અને જાપાનને એક સાથે લાવવામાં એક પ્રમુખ ભુમિકા નિભાવે છે. જાપનની પોતાની છેલ્લી યાત્રાઓ વખતે, પીએમ મોદીએ બોદ્ધ મંદિરોનો પ્રવાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયાઈ સમકક્ષ સ્કોટ મોરિસનને ચાંદીની ગુલાબી મીનાકારી જહાજ ભેટમાં આપ્યો હતો. કાશીના ગતિશીલતાને દર્શાવતા જહાજની સારી રીતે દસ્તકારી કરવામાં આવી છે. પહેલા પણ પીએમ મોદીએ ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, મહારાની એલિઝાબેથ અને ઈરાનને પૂર્વ રાષ્ટ્રપતિ હસન રૂહાનીની સાથે પોતાની બેઠકોમાં ઉપહાર દ્વારા મોટો સંદેશ આપ્યો હતો. ઈઝરાયલની પોતાની યાત્રા પર, પીએમ મોદીએ નેતન્યાહૂને કેરલથી તાંબેની પ્લેટોના ૨ સેટ ભેટ આપ્યા હતા.

(2:58 pm IST)