Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કોરોના પ્રદૂષણ જેવી મુસીબતો આવે તો પણ કવોડ દેશોનો સહકાર યથાવત રહેશે

નવીદિલ્હીઃ કોવિદની અસર વિશ્વભરમાં ફેલાયેલી રહે, પ્રદૂષણની સમસ્યા વધે, ક્ષેત્રીય સુરક્ષાની બાબત વધુ ગુંચવાડાવાળી બનીને આપણા દેશોને અંગત કે સહિયારી રીતે પરેશાન કરે પણ આપણો સહકાર અતૂટ રીતે ચાલતો રહેશે. તેમ કવોડ દેશ- ભારત અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને જાપાને એક સંયુકત યાદીમાં જણાવ્યું છે.

સંયુકત યાદીમાં કહેવાયું છે કે હવે પછીની મહામારીમાં આપણે વધુ સારી રીતે તૈયારીઓ કરીશું. આપણે આરોગ્ય સુરક્ષા બાબતે કોર્ડીનેશન વધારવાનું ચાલુ રાખીશું અને ૨૦૨૨માં આપણે સંયુકત રીતે મહામારી સામેની તૈયારીઓની આપણે કરીશું.

(2:59 pm IST)