Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભારતનું ચલણ ભારતમાં ના ચાલે તો કયાં પાકિસ્તાનમાં ચાલે?

સાવરકુંડલા, તા.૨૫: ભારત દેશનું ચલણ જો ભારત દેશમાં જ નો ચાલતું હોય તો કયાં ચાલે પાકિસ્તાન માં તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ હતો આ અંગે તંત્ર વાળા ઓ યોગ્ય સૂચના આપવી જોઈએ વેપાર ધંધા વાળા ઓ ને કે આપણું ચલણ લેવું જોઈએ.

આ અંગે ના માળતાં અહેવાલ કે ભારત દેશ માં વિવિધ પ્રકાર ની નોટો અને એક બે પાંચ અને દસના સિક્કા બહાર પાડવા માં આવેલ છે જેમાં બધા પ્રકારનું ચલણ દુકાનદારો ચલાવે છે અને માત્ર દસનો સિક્કો કોય વેપારી ઓ કે ધંધાર્થી ઓ લેતા નથી દસ નો સિક્કો ગ્રાહક પાસે થી દુકાન દારો શા માટે નથી લેતા દસ નો સિક્કો નો લેવા નું કારણ શું ?

દસ ના સિક્કા હજુ ભારત સરકારે બંધ નથી કર્યા ? અને થવા ના પણ નથી છતાં પણ વેપારી ઓ દસ ના સિક્કા લેવા માટે ના શા માટે પડે છે તે નથી સમજાતું ? આ દસ નો સિક્કો શુ ભારત સરકાર નો નથી? દસ નો સિક્કો શુ પાકિસ્તાન નું ચલણ છે? તો પછી દસનો સિક્કો લેવાની શા માટે ના પાડવામાં આવે છે.

(3:02 pm IST)