Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો બાદ હવે થિયેટર ખોલવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે થિયેટરને આ દરમિયાન કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો બાદ હવે થિયેટર ખોલવાની જાહેરાત કરી છે. દેશમાં કોરોનાના ઓછા થતા કેસ વચ્ચે સરકારે 22 ઓક્ટોબરથી રાજ્યમાં થિયેટર ખોલવાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર 7 ઓક્ટોબરથી રાજ્યમાં તમામ ધાર્મિક સ્થલ ખોલવાની જાહેરાત કરી ચુકી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે થિયેટરને આ દરમિયાન કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

કોરોના વાયરસની પ્રથમ લહેર બાદ, ગત વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં ધાર્મિક પૂજા સ્થળોને ફરી ખોલી દેવામાં આવ્યા હતા પરંતુ માર્ચ 2021માં રાજ્યમાં બીજી લહેર શરૂ થયા બાદ તેમણે ફરી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

સરકારના નવા આદેશમાં મહારાષ્ટ્રમાં આ વસ્તુના દરવાજા ખુલશે

* મહારાષ્ટ્ર સરકારે ફ્રંટ લાઇન અને જરૂરી સેવા કર્મીઓ માટે લોકલ ટ્રેનને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે. નાગરિક જેમણે પુરી રીતે રસી લગાવવામાં આવી છે એટલે કે જે કોવિડ વેક્સીનના બન્ને ડોઝ લઇ ચુક્યા છે અને 15 ઓગસ્ટથી બીજા શોટ બાદ 14 દિવસ પુરા કરી ચુક્યા છે, તે પણ લોકલ ટ્રેનમાં સફર કરી શકશે.

* જગ્યાએ જગ્યાએ કોવિડ દિશા-નિર્દેશો સાથે 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી છે. કામ કરનારા તમામ કર્મચારીઓને પુરી રીતે રસી લગાવવી જોઇએ. તમામ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી સંચાલિત થઇ શકે છે. જોકે, પાર્સલ સેવાઓને 24 કલાક કામ કરવાની પરવાનગી છે.

* તમામ જરૂરી અને બિન જરૂરી દુકાન તમામ દિવસમાં રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહી શકે છે. તમામ કર્મચારીઓને પૂર્ણ રસીકરણ કરવુ જોઇએ.

* જિમ,યોગ, કેન્દ્ર, સલુન, સ્પા, બ્યૂટી પાર્લર પણ તમામ 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે સંચાલિત થઇ શકે છે. તમામ કર્મચારીઓએ પુરી રીતે રસી લગાવવી જોઇએ.

* સરકારી કાર્યાલયોના કુલ કર્મચારીઓની સંખ્યા 25% પર કામ કરવાની પરવાનગી છે, જ્યારે ખાનગી કાર્યાલય 24 કલાક કામ કરી શકે છે.

* હોટલ/ મેરેજ હોલ જેવા ઇનડોર જગ્યામાં મોટાભાગે 100 લોકો સાથે ખુલ્લા સ્થાનમાં વધુમાં વધુ 200 લોકો સાથે લગ્ન સમારંભની પરવાનગી છે.

* બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્કવોશ, પેરેલલ બાર જેવા ઇનડોર રમતની પરવાનગી છે. આ દરમિયાન દરેક રમતમાં માત્ર બે ખેલાડીઓના જ રમવાની પરવાનગી છે. ખેલાડીઓ, કર્મચારી સહિત તમામનું રસીકરણ હોવુ જરૂરી છે.

મહારાષ્ટ્રે 4 ઓક્ટોબરથી ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 5થી 12 માટે અને શહેરી વિસ્તારમાં 8થી 12 સુધી સ્કૂલોને ફરી ખોલવાની જાહેરાત કરી છે.

(5:17 pm IST)