Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હરિયાણાના ખેડૂતોએ લોહીથી પત્ર લખીને વળતર આપવા અથવા ઈચ્છા મૃત્યુ આપવાની માંગ કરી

ભિવાની જિલ્લાના અનેક ગામોમાં ખેતરોમાં વિજળીના ટાવર લગાવવાના વિરોધમાં નિમડીવાલી ગામમાં ધરણા

ભિવાની: હરિયાણાના ભિવાની જિલ્લાના અનેક ગામોમાં ખેતરોમાં વિજળીના ટાવર લગાવવાના વિરોધમાં નિમડીવાલી ગામમાં ધરણા આપી રહેલા ખેડૂતોએ લોહીથી પત્ર લખીને વળતર આપવા અથવા ઈચ્છા મૃત્યુ આપવાની માંગ કરી છે.

ખેડૂતોનું કહેવું છે કે, જિલ્લાના વિભિન્ન ગામડાઓમાં વળતર આપવા માટે તેમની મરજી વગરે બળજબરીપૂર્વક તેમના ખેતોમાં ટાવર લગાવી દેવામાં આવ્યા છે, જેના વિરૂદ્ધ લગભગ દોઢ ડઝન ગામડાઓના ખેડૂત નિમડીવાલી ગામમાં પાછલા 100 દિવસથી ધરણા કરી રહ્યાં છે.

આ અવસર પર ધરણા આપી રહેલા ખેડૂતોને સંબોધિત કરતાં ભારતીય કિસાન યૂનિયનના જિલ્લા અધ્યક્ષ રાકેશ આર્યએ કહ્યું કે, દેશભરની જનતાનો પેટ ભરનારો અન્નદાતા આજે ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ઈચ્છા મૃત્યુ માંગવા માટે મજબૂર થઈ રહી છે.

તેમને કહ્યું કે, નિમડીવાલી ગામ અને આસપાસના ગામડાઓમાં મોટી-મોટી વિજળીની લાઈનો નિકાળવામાં આવી રહી છે અને આ ગામડાઓના બોર્ડરો પર વાયરોનું નેટવર્ક છવાઇ ગયું છે, જેના કારણે આ જમીનનો કોઈપણ પ્રકારે ઉપયોગ થઈ શકી રહ્યો નથી. તેથી તેમની આર્થિક સ્થિતિ સંકટમાં આવી ગઈ છે.

તેમને કહ્યું કે, આ ટાવરોના બદામાં વળતરની માંગને લઈને તેઓ 100 દિવસથી ધરણા પર બેસ્યા છે, પરંતુ સરકાર અથવા કંપનીઓ તેમની કોઈ જ સુનાવણી કરી રહી નથી.

આર્યએ દાવો કર્યો હતો કે ધારાસભ્યએ પણ તેમને ધરણામાંથી ઉઠાવીને ખાતરી આપી હતી કે માંગણીઓ પૂરી થશે, પરંતુ આજ સુધી તેમની માંગણી પૂરી થઈ નથી, તેથી ખેડૂતોએ મહામહિમ રાષ્ટ્રપતિના નામે પત્ર લખીને માંગણી કરી છે કે કાં તો તેમણે વળતર આપવું જોઈએ અથવા ઈચ્છા મૃત્યુ આપવી જોઈએ.

(6:42 pm IST)