Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નેગેટિવ કોવીડ ટેસ્ટને પણ પોઝિટિવ બતાવી શકે છે કેટલાક ડ્રિંક્સ : પોઝિટિવ રિઝલ્ટ જોઇતુ હોય તો તે ખૂબ જ સરળ છે

નવી સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો: PCR COVID-19 ટેસ્ટ હજુ પણ એક્યુરેસીનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ

કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે એટ હોમ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ વધી રહ્યો છે. ઘણીવાર લોકો કોવિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ઘરમાં જ કોરોના સંક્રમણની તપાસ કરવા માટે કરે છે. તેના દ્વારા જાણવા મળે છે કે તે કોવિડ સંક્રમિત છે કે નહીં, પરંતુ એક નવી સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ નવી સ્ટડી અનુસાર, એવી કેટલીક ડ્રિંક્સ છે, જે કોવીડ ટેસ્ટ  રિઝલ્ટ પર અસર કરે છે અને તેનાથી False Positive રિઝલ્ટ આવી શકે છે. એટ હોમ ટેસ્ટ કીટને  લોકો બહેતર વિકલ્સ માન છે કારણ કે તેમાં અનૂકુળતા રહે છે અને તમે બહાર જવાના એક્સપોઝરથી પણ બચી શકો છો

 

સંક્રમણના ખતરાથી બચવા માટે ઘણા લોકો જાહેર સ્થળો પર ટેસ્ટિંગ માટે જવા નથી માગતા. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે એવું નથી કે આ કિટ્સ ભરોસો કરવા લાયક નથી પરંતુ જો તમને નેગેટિવ નહીં, પોઝિટિવ રિઝલ્ટ જોઇતુ હોય તો તે ખૂબ જ સરળ છે. આવુ દર્શાવવુ સરળ છે.

 

Infectious disease પર રિસર્ચ કરનારા રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે કોવિડ 19 ટેસ્ટ પર કેટલીક ડ્રિંક્સની અસર થાય છે. જર્મનીની Tübingen University માં Tropical Medicine ને સ્ટડી કરનાર વૈજ્ઞાનિકોના એક સમૂહે તાજેતરમાં જ International Journal of Infectious Diseaseમાં આ સ્ટડીને પબ્લિશ કરી છે.

વૈજ્ઞાનિકોએ આ સ્ટડીમાં કહ્યું કે PCR COVID-19 Test હજુ પણ એક્યુરેસીનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. સાથે જ સેલ્ફ ટેસ્ટિંગ કોવિડ 19 એન્ટીજન કિટ્સ પણ ઓન ટાર્ગેટ હોય છે. સ્કૂલ, વર્ક પ્લેસ, ઘરો આ તમામ જગ્યાઓ પર આવી કિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી એક્યુરેટ ટેસ્ટ રિઝલ્ટ પણ આવ્યા છે પરંતુ તેની સાથે જ વૈજ્ઞાનિકોએ કહ્યું કે કેટલીક રીતો છે જેના દ્વારા આ કિટને ઉપયોગ કરનાર જો ઇચ્છે તો COVID-19 Lateral flow testને ફેબ્રિકેટ કરીને તેને પોઝિટિવ બતાવી શકે છે. તેના માટે COVID-19 Lateral flow test cassettes પર રોજ પીવામાં આવતી કોઇ ડ્રિંક નાંખી દેવામાં આવે તો તે ટેસ્ટ રિઝલ્ટ પર અસર કરે છે.

 

રિસર્ચર્સનું કહેવુ છે કે તમામ સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક, આલ્કોહોલ, કમર્શિયલી બોડલ્ટ મિનરલ વોટર અને કાર્બોનેટેડ મિનરલ વોટર ટેસ્ટિંગ કિટ પર રેડ ટેસ્ટ લાઇન બતાવી શકે છે. કિટ પર રેડ ટેસ્ટ લાઇન પોઝિટિવ ઇંફેક્શનને બતાવે છે.

રિસર્ચર્સ અનુસાર, તેનું કારણ એ છે કે આ પાછળનું કારણ એ છે કે આ સોલ્યુશન્સમાં PH ઓલ્ટર્ડ હોય છે, જે ટેસ્ટ લાઇનમાં કોટેડ એન્ટીબોડીઝના ફંક્શનને મોડ્યુલેટ કરે છે. જો કે વૈજ્ઞાનિકોનું તે પણ કહેવુ છે કે જો At-home COVID-19 testનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેના પરિણામ એક્યુરેટ આવે છે.

(6:51 pm IST)