Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ટીવીના લોકપ્રિય કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જામીન પર એનસીબીની નારાજગી

ડ્રગ કેસમાં ટીવીના લોકપ્રિય કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જામીન મળ્યા છે : ચુકાદાને કારણે સમાજમાં સંદેશ સ્થાપિત થઈ રહ્યો છે કે, હાઈ પ્રોફાઈલ ગુનેગારો સરળતાથી બચી શકે છે

મુંબઈ, તા.૨૫ : ટીવીના લોકપ્રિય કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ડ્રગ કેસમાં જામીન મળવાને કારણે એનસીબી ખુશ નથી. એનસીબી તરફથી નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ગુરુવારના રોજ મુંબઈની સેશન્સ કોર્ટમાં ડ્રગ કેસમાં ભારતી અને તેના પતિને જામીન આપવાના મેજીસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને કારણે સમાજમાં ભયજનક સંદેશ સ્થાપિત થઈ રહ્યો છે. ચુકાદા પરથી સંદેશ જઈ રહ્યો છે કે, હાઈ પ્રોફાઈલ ગુનેગારો સરળતાથી બચી શકે છે.

રિપોર્ટ્સ અનસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કોર્ટમાં કહ્યું કે, રીતે જામીન આપવાને કારણે સમાજમાં એક ભયનજક સંકેત મળી રહ્યો છે કે હાઈ પ્રોફાઈલ ગુનેગારો સ્થાપિત કરવામાં આવેલા સિદ્ધાંતો અને મૂલ્યોના ભોગે સરળતાથી છૂટી શકે છે, અને તે પણ ફરિયાદ પક્ષની સુનવાણી થયા વગર.

ઉલ્લેખનીય છે કે ૨૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ભારતી અને હર્ષના અંધેરી ખાતે આવેલા ઘરમાં એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કપલ પર ઘરમાં મેરુઆના રાખવાનો અને ડ્રગ્સ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરોડા દરમિયાન એનસીબીને હર્ષ અને ભારતીના ઘરમાંથી ૮૬.૫૦ ગ્રામ મેરુઆના મળી આવ્યો હતો. હર્ષ અને ભારતીએ સ્વીકાર્યુ હતું કે તેમણે ગાંજાનું સેવન કર્યું છે.

હર્ષ અને ભારતીએ ૨૨ નવેમ્બરના રોજ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એનસીબી અને એજન્સી તરફથી કેસ લડી રહેલા વકીલ કોર્ટમાં સબમિશન કરી નહોતા શક્યા. ઉલ્લેખનીય છે કે ભારતી અને હર્ષે કોર્ટમાં સિક્યોરિટી તરીકે ૧૫,૦૦૦ રુપિયા ભરવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા પછી બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટની ખૂબ ચર્ચા થઈ હતી અને એનસીબીએ પણ અનેક બોલિવૂડ સેલેબ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેમના ઘરે તપાસ કરી હતી. સમગ્ર અભિયાન દરમિયાન બોલિવૂડના અનેક મોટા નામો ચર્ચામાં આવ્યા હતા.

(7:07 pm IST)