Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

AIIMSના ડેપ્યુટી ડાયરેક્ટર એડમિન લાંચ લેતા ઝડપાયા 40 લાખના બિલ પાસ કરવા 2 લાખની માંગી હતી લાંચ

સીબીઆઈ ટીમે આરોપીને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.: ડેપ્યુટી ડાયરેક્ટર એડમીન ધીરેન્દ્ર પ્રતાપસિંહે પોતે લાંચની માંગણી કરી હોવાનું કબૂલ્યું

નવી દિલ્હી :  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ભોપાલ એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર એડમિનને આજે લાંચ લેવા બદલ ધરપકડ કરી છે  ડેપ્યુટી ડાયરેક્ટર એડમીન ધીરેન્દ્ર પ્રતાપસિંહે પોતે લાંચની માંગણી કરી હોવાનું કબૂલ્યું છે. આરોપ છે કે, તેણે 40 લાખનું બિલ પાસ કરવા માટે એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે બાદ ભોપાલ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર એડમિન સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં મોટી કાર્યવાહી કરીને CBIએ આરોપીની ધરપકડ કરી છે. CBIએ આરોપી વિરુદ્ધ લાંચની માંગણીનો કેસ નોંધ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, નાયબ નિયામક એડમીન ભોપાલ એઈમ્સના લાંબા સમયથી પેન્ડીંગ દવાઓ અને અન્ય સામગ્રીના બીલ ચૂકવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

સીબીઆઈ ટીમે આરોપીને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જે બાદ આરોપી પોતે લાંચ માંગતા અને પૈસાની માંગણી સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. CBI હવે ભોપાલ AIIMSના ડેપ્યુટી ડાયરેક્ટર એડમિનની રાજધાની સહિત અનેક સ્થળો પર સર્ચ કરી રહી છે. તેને આવતીકાલે ભોપાલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આરોપીએ AIIMSનું 40 લાખનું બિલ પાસ કરવા માટે લાંચ રૂપે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

સીબીઆઈએ એક પ્લાન બનાવીને તેને રંગે હાથે પકડ્યો હતો. CBIએ ધીરેન્દ્રના અનેક સ્થળો પરથી 7 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. સાથે જ તપાસ એજન્સીને 70 લાખ રૂપિયાના ફંડમાં રોકાણની માહિતી પણ મળી છે. તેની સામે અપ્રમાણસર સંપત્તિ હોવાના પુરાવા પણ મળ્યા છે. દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

સમાચાર મુજબ ધીરેન્દ્રએ જન ઔષધિ કેન્દ્રના સંચાલકને શાહપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંચની માંગણી માટે બોલાવ્યો હતો. આ દરમિયાન તે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. તપાસ એજન્સીએ ધીરેન્દ્રની ઓફિસમાં પણ તપાસ હાથ ધરી છે. તેઓ હાલમાં એઈમ્સ ભોપાલમાં ડેપ્યુટી ડાયરેક્ટર એડમિન તરીકે ડેપ્યુટેશન પર કામ કરી રહ્યા છે

(11:54 pm IST)