Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ઈરાનના ૩૧ પ્રાંતોમાં હિજાબ પહેરવાના વિરોધમાં જબરજસ્ત લોક આંદોલન ફેલાયું છે ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસે દેખાવકારો સામે અત્યંત સખ્તાઈ વર્તવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં ૮૦ થી વધુ દેખાવકારોના મૃત્યુ થયા છે. અનેક સ્થળે પોલીસ દેખાવકારો ઉપર સીધી ગોળીઓ વરસાવી રહ્યા હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે

હિજાબ પહેરવાના નિયમ તોડવા સબ મહાસા અમીની નામની યુવતીની ધરપકડ પછી પોલીસે તેને બેફામ માર મારેલ અને તેનું માથું વાહનો સાથે ભટકાવેલ જેમાં તેનું મૃત્યુ થયેલ. જો કે સરકાર આવું કંઈ બન્યાનો ઇન્કાર કરે છે. રાષ્ટ્રપતિએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના પછી સમગ્ર ઈરાનમાં હિજાબ વિરોધી જંગી દેખાવો પ્રસર્યા છે

(11:19 am IST)