Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

જવાનોને તેમની પાસેથી 2 AK-47, બે પિસ્તોલ અને ચાર હેન્ડગ્રેનેડ મળ્યા

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જવાનોને તેમની પાસેથી 2 AK-47, બે પિસ્તોલ અને ચાર હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલું છે. કુપવાડામાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ એનકાઉન્ટર કુપવાડાના માછિલ વિસ્તારમાં એલઓસી ટેકરી નાર ખાતે કરવામાં આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. જવાનોએ તેમની પાસેથી બે એકે-47, બે પિસ્તોલ અને ચાર હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.

   
(5:44 pm IST)