Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધને લઈને મનોજ તિવારીચુકાદા સામે સુપ્રીમકોર્ટ પહોંચ્યા:10 ઓક્ટોબરે સુનાવણી

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું - તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. ફટાકડાના ઓનલાઈન વેચાણ અને ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે.

નવી દિલ્હી :દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધના વિરોધમાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટનો  સંપર્ક કર્યો છે. મનોજ તિવારીની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. કોર્ટ આ મામલે 10 ઓક્ટોબરે સુનાવણી કરશે. મનોજ તિવારીએ દિલ્હીમાં પ્રદૂષણના આધારે તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવાના દિલ્હી સરકારના નિર્ણયને પડકાર્યો છે. કેજરીવાલ સરકારે 7 સપ્ટેમ્બરના રોજ 1 જાન્યુઆરી 2023 સુધી દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે

દિલ્હી સરકારના નિર્ણય સામેની તેમની અરજીમાં સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલ સરકારને આગામી તહેવારોની સીઝન દરમિયાન કાયદેસરના ફટાકડાના વેચાણ, ખરીદી અને ફોડવા અંગે નવી સૂચનાઓ જાહેર કરવાની માગ કરી છે. તે જ સમયે, તેમણે તમામ રાજ્યોને ફટાકડા વેચતા અથવા તેનો ઉપયોગ કરતા સામાન્ય લોકો સામે દંડાત્મક પગલાં ન લેવાનો નિર્દેશ આપવાની પણ માગ કરી છે.

સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ અને અન્યના તહેવારોની મોસમ દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ગયા વર્ષની જેમ અન્ય રાજ્યો પણ તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. મનોજ તિવારીએ આરોપ લગાવ્યો કે આ નિર્ણયને કારણે દિવાળી પર હિન્દુઓને નિશાન બનાવીને ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતીયોને તેમના તહેવારો પર વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે

(4:14 pm IST)