Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતા રફીકુલ શેખના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો : રફીકુલ શેખનું આખુ ઘર ધ્વસ્ત થઈ ગયું જેના ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ટીએમસી નેતા ફરાર:

પશ્ચિમ બંગાળના ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત એવા માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બોમ્બ ધડાકાના પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો મળતી માહિતી મુજબ માલદા જિલ્લામાં સત્તાધારી ટીએમસી પાર્ટીના નેતા રફીકુલ શેખના ઘરે બોમ્બ બ્લાસ્ટ થયો. જેમાં રફીકુલ શેખનું આખુ ઘર ધ્વસ્ત થઈ ગયું.છે

પોલીસનુ કહેવુ છે કે, ઘરમાં ગેરકાયેદસર રીતે બોમ્બ મુકવામાં આવ્યા હતા.કોઈ કારણસર આ પૈકીના બે થી ત્રણ બોમ્બ એક સાથે બ્લાસ્ટ થયા હતા.જેના પગલે ઘરના ચિંથરા ઉડી ગયા હતા.આસપાસના ઘરોના શેડ પણ ઉટયા હતા.આ વિસ્તારમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

બીજી તરફ જેના ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ટીએમસી નેતા ફરાર છે.પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી લીધી છે.બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી છે.

(12:00 am IST)