Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કાશ્મીરી પંડિતોના નદીમર્ગ નરસંહારનો માસ્ટર માઈન્ડ જિયા મુસ્તફા માર્યો ગયો

પુંછમાં આતંકીઓની ગોળીથી માર્યો ગયો જિયા મુસ્તફા, કાશ્મીરી પંડિતોના નરસંહારનો હતો માસ્ટર માઈન્ડ : રવિવારે પુંછમાં અથડામણ દરમિયાન ૩ જવાન સહિત ૧ આતંકી અથડામણમાં ઘાયલ થયા હતા

જમ્મુ,તા. ૨૫: જમ્મુ- કાશ્મીરમાં રવિવારે ૨ પોલીસકર્મી અને એક આર્મી અધિકારી આતંકીઓની સાથેની અથડામણમાં દ્યાયલ થયો હતો. ગત ૨ અઠવાડિયાથી પુંછ જિલ્લાના પહાડોમાં સ્થિતિ ગાઢ જંગલમાં આતંકીઓ સાથેની અથડામણ ચાલ રહી છે.  આ એન્કાઉન્ટરમાં ૧૧ ઓકટોબરથી ૧૪ ઓકટોબર દરમિયાન ૯ આર્મી જવાન શહીદ થયા છે. બીજી તરફ જમ્મુ- કાશ્મીર પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુંછ અથડામણ દરમિયાન પાકિસ્તાની લશ્કર આતંકી જિયા મુસ્તફાને આતંકીઓને શોધવા માટે ભાટા દૂરિયા લઈ જવાયો હતો.

સર્ચ ઓપરેશન દરમિયાન આર્મી અને પોલીસની સંયુકત ટીમ પર આતંકીઓએ ફરીથી ફાયરિંગ શરુ કરી દીધું. આ ફાયરિંગમાં  ૨ પોલીસકર્મી અને એક આર્મી અધિકારી તથા આતંકી જિયા મુસ્તફા દ્યાયલ થયો હતો. જેનું મોત થયું અને ફાયરિંગ ચાલુ હોવાથી તેની લાશને સ્થળ પરથી તાત્કાલીક કાઢી શકાઈ નહોંતી.

પછીથી પોલીસે ખરાઈ કરતા કહ્યું કે મુસ્તફાની  બોર્ડી એન્કાઉન્ટરની સાઈટથી કાઢવામાં આવી છે. શનિવારે મુસ્તફને પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ પર કોટ બલવલ જેલથી મેંઢર લઈ ગઈ હતી. જિયા મુસ્તફા કોટ બલવલ જેલમાં બંધ હતી. જયાંથી તે પાકિસ્તાન સ્થિત લશ્કરના નેતાઓની સાથે કથિત રુપથી સંપર્કમાં હતો. મુસ્તફાની ૨૦૦૩માં જમ્મુ - કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી અને તેને એ જ વર્ષમાં માર્ચમાં થયેલા કાશ્મીરી પંડિતોના નદીમર્ગ નરસંહારનો માસ્ટર માઈન્ડ મનાતો હતો.

(10:27 am IST)