Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

લંડનમાં વિજયભાઇનું સન્‍માન

રાજકોટઃ લંડન ખાતે ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝ દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું સન્‍માન કરવામા આવેલ.  દેશનુ નેતળત્‍વ શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એ સંભાળ્‍યુ ત્‍યાર બાદ દેશના થયેલ સર્વાંગી વિકાસ અને સમગ્ર વિશ્વમાં ભારત દેશની વધેલ નામના અંગે વિચાર ગોષ્ઠી અને પ્રશ્‍નોતરીનું આયોજન કર્યુ હતુ.  આ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર યુકેના પ્રમુખ શ્રી જય શર્મા, હિન્‍દુ કાઉન્‍સિલ યુકેના ચેરમેન શ્રી ઉમેશ શર્મા, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના પ્રમુખ શ્રી કુલદીપ શેખાવત, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના ઉપ પ્રમુખ શ્રી શશિકાંત પટેલ, ભારતીય જનતા પાર્ટી ઓવર સીઝના મહામંત્રી શ્રી સુરેશ મંગલગીરી તથા યુકે સ્‍થીત ગુજરાતી પરીવાર હાજર રહ્યા હતા.

 

(10:56 am IST)