Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઓવરકોન્ફીડન્સ અઘરો પડ્યો : કરોડો ચાહકો નિરાશ

આફ્રીદીની શાનદાર બોલીંગઃ શરૂઆતમાં જ ઉપરાઉપરી ૩ વિકેટ પડી જતા ભારત બેકફૂટ ઉપર મુકાઈ ગયું હતું : ક્રિકેટપ્રેમીઓના મતે ઈશાન કિશન અને અશ્વિનને ટીમમાં સામેલ કરવાની જરૂર હતી, હાર્દિકે નિરાશ કર્યા

નવીદિલ્હીઃ વર્લ્ડકપના ૨૯ વર્ષના ઈતિહાસમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો છે. બેટીંગ બાદ બોલીંગમાં પણ છોતરા નિકળી ગયા હતા. વધુ પડતા ઓવર કોન્ફીડન્સના લીધે ટીમ ઈન્ડિયાનો  પરાજય થયો છે. શરૃઆતમાં જ ત્રણ વિકેટ પડી જતાં ભારત બેકફૂટ ઉપર મુકાઈ ગયું હતું. વિરાટ સિવાયના બેટસમેનો ફેઈલ ગયા હતા. તો હાર્દિકે પણ નિરાશ કર્યા હતા.

૨૯ વર્ષમાં એવું પહેલીવાર બન્યું કે જ્યારે પાકિસ્તાને કોઈ વર્લ્ડકપ મુકાબલામાં ભારતીય ટીમને હરાવી હોય. કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ શાનદાર ઇનિંગ રમી, જેના કારણે પાકિસ્તાને ભારતને શરમજનક હાર આપી. જોકે આ મેચ હારવાના મુખ્ય ૫ કારણો જણાઇ રહ્યા છે.

હારનું સૌથી મોટું કારણ ભારત વિરૃદ્ધ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન અફરીદીએ જબરદસ્ત બોલિંગ કરી. શાહીન અફરીદીએ ભારતના ટૉપ ૩ બેટ્સમેનની વિકેટ ઝડપી. અફરીદીએ પાવરપ્લેમાં કે.એલ. રાહુલ અને રોહિત શર્માને આઉટ કર્યા, ત્યારે પોતાના બીજા સ્પેલમાં તેઓ વિરાટ કોહલીની વિકેટ લઇ ગયા. જેને લઇને શાહીન અફરીદીને મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યા છે.

ફિનિશ ન કરી શક્યો હાર્દિક

હારનું બીજું કારણ એ પણ છે કે, વિરાટ કોહલી સાથે મેદાનમાં ઉતરેલો હાર્દિક પંડ્યા ફિનિશ ન કરી શક્યો. મોટો શૉટ રમવાના પ્રયત્નમાં હાર્દિકે કેચ આપી દીધો. હારિસ રઊફના ત્રીજો બોલ વધુ ઉછળ્યો હતો અને હાર્દિક આને સારી રીતે ન રમી શક્યો. બોલ એકસ્ટ્રા કવર્સ તરફ હવામાં ઉંચો ઉઠી ગયો અને સરળ કેચ આઉટ થઇ ગયા.

છઠ્ઠા બોલરની ખોટ પડી

હારનું ત્રીજુ કારણ એ છે કે, ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસ-ીત બુમરાહ, વરૃણ ચક્રવર્તી આ પાંચ બોલર હતા. જોક હાર્દિક પંડ્યાની મોટી ખોટ પડી. હાર્દિક પંડ્યાની બોલિંગ ન કરવી એ એક ટીમ માટે ચિંતાનો વિષય હતો કારણ કે પોતાની પીઠની ઇજાથી તેઓ પરેશાન છે. આશા હતી કે તેઓ જલ્દી ઠીક થઇને આ વર્લ્ડકપમાં બોલિંગ કરતા દેખાશે. આ વાત પાકિસ્તાન વિરૃદ્ધ મેચ પહેલા તેમણે કરી હતી, પરંતુ બેટિંગ કરતા તેઓ પોતાના જમણા ખભા પર ઇજાગ્રસ્ત થઇ ગયા. બેટિંગ કરતા બોલ તેમના ખભે વાગ્યો. જેને લઇને તેઓ બેટિંગ કરવામાં પણ નિષ્ફળ રહ્યા. ગ્ઘ્ઘ્ત્એ જણાવ્યું કે, બેટિંગ કરતા હાર્દિક પંડ્યાને બોલ વાગ્યો, હવે તેમને સ્કૈન માટે લઇ જવામાં આવ્યા છે.

પાવરપ્લેમાં વિકેટ ન મળી

પાકિસ્તાને આ રનચેજની સારી શરૃઆત કરી હતી અને વગર કોઈ વિકેટ ગુમાવ્યો જીત તરફ આગળ વધી રહ્યા હતા. ભારતને વિકેટની શોધ હતી, પરંતુ પાવરપ્લેમાં પણ કોઇ વિકેટ મળી નહીં. આ ભારતની હારનું પાંચમું કારણ છે.

પાકિસ્તાની ઓપર્નસની સદી પાર્ટનરશીપ

પાકિસ્તાનની ઓપનર જોડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી અને ટીમને જીત અપાવ્યા બાદ રાહતનો શ્વાસ લીધો. રિઝવાન ૫૫ બોલ પર ૭૯ રન અને બાબર ૫૨ બોલ પર ૬૮ રન બનાવીને અણનમ રહ્યા. પાર્ટનરશીપ બન્નેએ કુલ ૧૪૭ રન ફકાર્યા છે. ત્યારે પાકિસ્તાનની ઓપનર્સની આ સદી પાર્ટનરશીપ પણ ભારતની હારનું અંતિમ અને પાંચમું કારણ બની છે.

(12:17 pm IST)