Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઉત્તરાખંડમાં 3 દિવસમાં ભારે વરસાદને લીધે 72 લોકોના મોત: 26 ઘાયલ:4 લોકો લાપતા

224 ઘરને નુકસાન થયું: હજું પણ બચાવ કાર્ય ચાલુ: સવારે તડકો સાંજે બરફ વર્ષા શરુ

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં 3 દિવસમાં કુલ 72 લોકોના મોત થયા છે,ઉત્તરાખંડ સરકારના રિપોર્ટમાં નુકસાનના આંકડા મુજબ હોનારત દરમિયાન રાજ્યમાં 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન બનેલી ઘટનાઓમાં કુલ 72 લોકોના મોત થયા છે.  26 ઘાયલ અને 4 ગુમ થયા છે. જયારે 224 ઘરને નુકસાન થયું છે. હજું પણ બચાવ કાર્ય ચાલુ છે.

 આ દરમિયાન રવિવારે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે તડકો જોવા મળ્યો તો સાંજે બરફ વર્ષા શરુ થઈ છે. વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. બદરીનાથ અને કેદારનાથના પહાડો પર બરફ દેખાઈ રહ્યો છે. યમુનોત્રી ઘામમાં સિઝનનો પહેલો વરસાદ થયો છે. ગંગોત્રીની ઉંચી ચોટી પણ બરફથી ઢંકાયેલી છે.

(11:09 am IST)