Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પેટ્રોલ, ડીઝલ, એલપીજી પછી હવે સૌર ઉર્જા પણ થશે મોંઘી

ચીનમાં ઉત્‍પાદન ઘટતા સોલર મોડયુલ મોંઘા બન્‍યા

નવી દિલ્‍હી, તા.૨૫: ક્રુડ, ગેસ અને કોલસા જેવા પારંપરિક ઇંધણોની કિંમતોમાં ઉછાળો આવ્‍યા પછી હવે નવું સંકટ સૌર ઉર્જા બાબતે થયું છે. ચીનમાં વીજ સંકટ વધ્‍યા પછી ભારતીય સૌર પરિયોજનાઓ માટે સોલર મોડયુલની કિંમતોમાં ભારે વધારો થયો છે. અત્‍યારે તેના ભાવ ૨૦૧૯ પછી સૌથી વધારે છે એટલે હવે આગામી દિવસોમાં સૌર ઉર્જા પણ મોંઘી થવાની પુરી શકયતા છે. ઉર્જા નિષ્‍ણાંતોનું કહેવું છે કે આ ઉછાળો ચીનની અત્‍યાર સુધીની સૌથી ગંભીર ઉર્જા સંકટની પરિસ્‍થિતીના કારણે આવ્‍યો છે. ચીનમાં અત્‍યારે કારખાનાઓ સીમીત દિવસોએ જ ચાલી રહ્યા છે. સૌર ઉર્જા પરિયોજનામાં કુલ ખર્ચમાં લગભગ ૬૦ ટકા હિસ્‍સો મોડયુલનો હોય છે. એટલે મોડયુલની કિંમતમાં વધારો પરિયોજનાનો ખર્ચ વધારશે. તેનાથી સૌર ઉર્જાની પડતર પણ વધશે જે અંતે ગ્રાહકોની કેડ પર આવશે.
સોલર ઇકવીપમેન્‍ટ માર્કેટમાં ચીનની હિસ્‍સેદારી ૭૮ ટકા જેટલી છે. બાકી વીયેટનામ, સિંગાપુર, થાઇલેન્‍ડ અને હોંગકોંગ પાસે છે. ભારતમાં સોલર સેલ અને મોડયુલની આયાત ગયા વર્ષે ઘટીને ૫૭.૧૬૫ કરોડ ડોલર થઇ ગઇ છે, જે ૨૦૧૮-૧૯માં ૨.૧૬ અબજ ડોલર અને ૨૦૧૯-૨૦માં ૧.૬૮ અબજ ડોલર હતી. તો બીજી તરફ સરકાર આર્થિક અને ૨૦૧૯-૨૦માં ૧.૬૮ અબજ ડોલર હતી. તો બીજી તરફ સરકાર આર્થિક રણનીતિ હેઠળ ૧ એપ્રિલ ૨૦૨૨ થી આયાતી સોલર સેલ, મોડયુલ અને ઇન્‍વર્ટર પર બેઝીક કસ્‍ટમ ડયુટી લગાવી રહી છે. તેનાથી પણ કિંમતો વધશે.
એક કંપનીના અધિકારીએ કહ્યું કે સમુદ્ર માર્ગે ટ્રાન્‍સપોર્ટેશનમાં રૂકાવટના લીધે નુર ભાડા ૪ ગણા વધી ગયા છે અને કન્‍ટેઇનરોની પણ અછત છે. આ બધાના કારણે ચારે બાજુ મુશ્‍કેલીઓ ઉભી થઇ છે. સોલર પેનલ આયાતકારોની પરેશાની અનેકગણી વધી ગઇ છે.

 

(11:15 am IST)