Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગંગાજળ ૯૭માંથી ૬૭ સ્થળે સ્નાન કરવા માટે યોગ્ય : પાણીની ગુણવત્તામાં સુધારો

એનએમસીજીનો દાવો : ૨૦૧૪થી જોવા મળ્યો ફેરફાર

નવી દિલ્હી તા. ૨૫ : નેશનલ મિશન ફોર કલીન ગંગાના ડિરેકટર જનરલ રાજીવ રંજન મિશ્રા દાવો કરે છે કે ૨૦૧૪ થી ગંગાના પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. મિશ્રાએ માહિતી આપી કે ગંગાના ૯૭ મોનિટરિંગ સ્થળોમાંથી ૬૮ પર બાયોકેમિકલ ઓકિસજન  સ્નાન ધોરણો અનુસાર છે. આ સિવાય સમગ્ર નદીમાં ઓગળેલા ઓકિસજનનું સ્તર નિર્ધારિત લઘુત્તમ ધોરણ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે ૨૦૧૪માં માત્ર ૩૨ સ્થળોએ સ્નાન માટેના પાણીની ગુણવત્તા BOD ધોરણો મુજબ હતી.

નમામી ગંગે અને NMCG ની શરૂઆત ૨૦૧૫ માં અંદાજિત ૨૦,૦૦૦ ની કિંમત સાથે કરવામાં આવી હતી. આ અંતર્ગત, ગટરવ્યવસ્થાના માળખાકીય સુવિધા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, વ્હાર્ફ ડેવલપમેન્ટ, જળચર જૈવવિવિધતા અને જાહેર જોડાણ જેવા રૂ. ૩૦,૨૫૫ કરોડના ૩૪૭ પ્રોજેકટને અત્યાર સુધીમાં મંજૂરી આપવામાં આવી છે.

આના પરિણામે, ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  દ્વારા ઓળખાયેલી ૩૫૧ સૌથી પ્રદૂષિત નદીઓમાંથી કોઈ પણ ગંગાનો ભાગ નથી. કોવિડને કારણે લોકડાઉન, મુસાફરી પ્રતિબંધો, પર્યાપ્ત વરસાદને કારણે નદીના વધુ સારા પ્રવાહ જેવા પરિબળો પણ ગંગાના પાણીની ગુણવત્તા સુધારવા માટે સામેલ છે.

BOD વાસ્તવમાં પાણીમાં હાજર બેકટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા ઓકિસજનના વપરાશનો ઉલ્લેખ કરે છે. ગ્બ્ઝ્ર જેટલું ઉંચુઙ્ગ છે, નદી જેટલી ઝડપથી ઓકિસજનથી ખસી જાય છે.

ગંગા જળની ગુણવત્ત્।ા હરિદ્વાર સુધીની કેટેગરી A માં છે.ગંગામાં ઓગળેલા ઓકિસજન (DO) નું ન્યૂનતમ સ્તર 5 mg/l થી વધુ છે. પાણીની ગુણવત્ત્।ાનું મૂલ્યાંકન ગુણવત્તાના પરિમાણોના આધારે સ્નાન માટે કરવામાં આવે છે. નદીનું પાણી ઉત્તરાખંડના હરિદ્વાર સુધીના તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આવા નદીના પાણીને A શ્રેણીમાં રાખવામાં આવે છે.

(11:29 am IST)