Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્‌

અમેરીકા - સવાનાહ ખાતે હિંદુ પરંપરા અનુસાર ઘામધૂમપુર્વક ઉજવાયો નવરાત્રી તથા શરદપૂણિમાનો ઉત્સવ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિજ્ઞાનમ્‌ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના  માર્ગદર્શન અનુસાર અમેરીકા ખાતે જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ શહેરમાં SGVP ગુરૂકુલ છે. જેમાં હિંદુ ધર્મના આદર્શ સ્થાન  સમાન શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરનું નિમાણ કરવામાં આવ્યું છે. અહીં શક્તિ સ્વરૂપા જગદંબા માતાના ઉપાસના  સ્વરૂપે નવરાત્રી મહોત્સવ તથા ભગવાન રાધાકૃષ્ણદેવના દિવ્ય પ્રેમભાવની સ્મૃતિસભર શરદોત્સવનું સુંદર આયોજન કરવામાં  આવ્યું હતું.

આસો સુદ પડવાથી આરંભાયેલા નવરાત્રી મહોત્સવની શરદપૂણિમાના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.   

નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં બિરાજમાન ભગવાન શિવપાર્વતીજી, આદ્યશક્તિ અંબા માતાજી તથા ઉમિયા  માતાજીની વિધિવત્‌ પૂજા કરવામાં આવી હતી. તદુપરાંત મંદિરના મધ્યભાગમાં દુર્ગામાતાની મૂર્તિ પધરાવીને વૈદિક મંત્રો દ્વારા  માતાજીનું આદ્ધાન કરીને પૂજા કરવામાં આવી હતી.   

નવરાત્રી દરમિયાન જ્યોજિયાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીની પૂજા , આરાધના કરવા  તથા રાસ-ગરબા રમવા એકત્રિત થતા હતા. દરરોજ સાંજે સંધ્યા આરતી બાદ ભોજન પ્રસાદ આરોગીને સર્વે ભાવિક્જનો  મંદિરમાં માતાજીની પુજા અર્ચના કરતા હતા.   

તીનતાલી, ગરબા, દાંડીયા રાસ, ટીંબલી જેવા વિવિધ પ્રકારના રાસ-ગરબા કરીને યુવાન ભાઈ-બહેનો માતાજીને  પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હતા. ગરબાના મધ્ય સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તજનો માતાજીની આરતી કરીને  તથા માતાજીને વિવિધ પ્રકારના પકવાનના થાળ ધરાવીને ધન્યતાનો અનુભવ કરતા હતા. આરતી કરતા પહેલા નવરાત્રીના  નવ દિવસ દરમિયાન પૂજાતા મા જગદંબાના વિભિન્ન સ્વરૂપોનો મહિમા કહેવામાં આવતો હતો.   

નવરાત્રીના નવ દિવસોમાં અષ્ટમીના દિવસનું સવિશેષ પ્રાધાન્ય છે. નવરાત્રીની અષ્ટમીના દિવસે માતા મહાગૌરીનું  વિશેષ પૂજન કરવામાં આવે છે. આ દિવસે મંદિરના પ્રાંગણમાં પાર્વતીજીના મહાગૌરી સ્વરૂપને પ્રસન્ન કરવાના હેતુથી સવિશેષ  હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચકુંડી હોમાત્મક યજ્ઞનો લાભ લેવા માટે ભક્તજનો ખૂબ જ ઉત્સાહથી  જોડાયા હતા.   

નવ દિવસની નવરાત્રી પૂર્ણ થયા બાદ દશમા દિવસે વિજયાદશમીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પ્રારંભમાં  ગરબાનો આનંદ માણનારા ભક્તજનોને માતાજીની આરતી બાદ “શ્રીરામ વિજય'ની કથાનું રહસ્ય સમજાવવામાં આવ્યું હતું.  પોતાના અહંકાર અને દુર્ગુણોનું દહન કરવું તે જ ખરા અર્થમાં રાવણ દહન કહેવાય; તેવા મર્મને પામીને ભક્તજનોએ  રાવણદહનના કાર્યક્રમનો લાભ લીધો હતો.   

વિજયાદશમીના દિવસે નાના બાળકો માટે રેફલ લકી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “બાલ વિકાસ  કેન્દ્ર'ના બાળકોએ ખૂબ જ ઉત્સાહ પુર્વક તૈયારીઓ કરી હતી. આ લકી ડના સાત વિજેતાઓને ઈનામ અર્પણ કરવામાં આવ્યા  હતા.   

યમુનાજીને કિનારે ભગવાન શ્રીકૃષ્ણનારાયણે કરેલી રાસલીલાનું સ્મરણ કરીને ખૂબ જ ધામધૂમપૂર્વક શરદોત્સવનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે ભક્તજનોએ ભગવાન શ્રીરાધાકૃષ્ણદેવનું પૂજન કરીને રાસોત્સવનો આનંદ માણ્યો  હતો. ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય રાસલીલાનું સ્મરણ અને પ્રેમભક્તિની પ્રેરણા મેળવીને ભગવાનની દિવ્ય આરતી કરવામાં  આવી હતી. શરદોત્સવના દિવસે સર્વે ભક્તજનો વચ્ચે “ગ્રાન્ડ રેફલ લક્કી ડો'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીશ  વિજેતા વ્યક્તિઓને વિવિધ પ્રકારના ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતા.    આ સમગ્ર મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ સરવે ભક્તોને મંગલ આશીર્વાદ  પાઠવ્યા હતા. સવનાહમાં નિવાસ કરતા ભાવિક ભાઈ-બહેનોએ ભોજન પ્રસાદ, પૂજનવિધિ, સમૂહ આરતી વગેરેની ખૂબ જ  સુંદર વ્યવસ્થા ગોઠવી હતી, જેથી આવનારા તમામ ભાવિક્જનો ખૂબ જ પ્રસશ્ન થયા હતા.   

(12:00 pm IST)