Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

આર્યન ખાન કેસમાં નવો વળાંક

NCBના વડા સમીર વાનખેડેની મુશ્કેલીમાં વધારો : ભ્રષ્ટાચારના આરોપમાં વિજીલન્સ તપાસ શરૂ થઇ

પદ ઉપર તલવાર લટકી : જો કે વાનખેડેએ આરોપો નકારી કાઢયા : ઇમેજ ખરાબ કરવા ષડયંત્ર

નવી દિલ્હી તા. ૨૫ : ક્રુઝ પાર્ટી ડ્રગ કેસમાં ગવાહના વસૂલીના આરોપો બાદ એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેની મુશ્કેલી વધી છે. એનસીબીએ લાંચના આરોપમાં સમીર વાનખેડે વિરૂધ્ધ વીજીલન્સ તપાસ શરૂ કરી દીધી છે. એનસીબીના ડીજી જ્ઞાનેશ્વરસિંહના જણાવ્યા મુજબ એનસીબીએ સમીર વાનખેડે વિરૂધ્ધ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન કેસમાં ગવાહ પ્રભાકર સાઇલે એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે પર ૮ કરોડની વસૂલીનો આરોપ મૂકયો છે. આ તપાસ બાદ સમીર વાનખેડે તેના પદ પર બની રહેશે કે નહીં તેના પર હવે શંકાના વાદળો છવાયેલા છે.

સમીર વાનખેડે પર લાગેલા લાંચના આરોપ પર ડીડીજી એનસીબી જ્ઞાનેશ્વરસિંહે કહ્યું, ડીડીજી એસડબલ્યૂઆર પાસેથી રીપોર્ટ ડીજીને મળ્યો છે. તેઓએ વિજીલન્સ સેકશનને એક તપાસ માટે પસંદ કર્યા છે. મુખ્ય સતર્કતા અધિકારી યોગ્ય રીતે તપાસ કરશે. તપાસ હજુ શરૂ થઇ છે કોઇ પણ અધિકારી પર ટીપ્પણી કરવાનો અધિકાર નથી.

આ કેસ સંબંધિત બે એફિડેવિટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જયારે એક એફિડેવિટ NCB વતી છે, જયારે બીજી વાનખેડે વતી ફાઇલ કરવામાં આવી છે. એનડીપીએસ કોર્ટમાં એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટમાં, એજન્સીએ કહ્યું છે કે સાક્ષી પ્રતિકૂળ થઈ ગયો છે. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સમક્ષ હાજર થયેલા NCB અધિકારી સમીર વાનખેડેએ જજને કહ્યું કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેઓ તપાસ કરવા તૈયાર છે. જયાં સમીર વાનખેડેએ તેની એફિડેવિટમાં કોર્ટને વિનંતી કરી છે કે તે તેને ધમકી આપવાના અને તપાસમાં અવરોધ ઉભો કરવાના તેના પ્રયાસોની નોંધ લે, તો બીજી તરફ, NCBના એફિડેવિટમાં, સાક્ષી પ્રતિકૂળ બની ગયો અને કેટલાક લોકો દ્વારા પ્રભાવનો ઉપયોગ કરીને તેની સાથે છેડછાડ કરી. તપાસ કરી હોવાનું જણાવ્યું હતું.

(3:28 pm IST)