Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

હીમયુગના વિશાળકાય હાથી (મેમથ્સ) અને ગેંડા અગાઉના સંશોધન કરતા પૃથ્વી ઉપર વધુ વર્ષ જીવ્યા'તા

હિમયુગના મેમથ્સ(વિશાળકાય હાથ) અને અન્ય જીવો જેમ કે મોટી કેશવાળી ધરાવતા ગેંડા અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ કરેલી ધારણા કરતા વધુ સમય પૃથ્વી ઉપર જીવ્યા હતા. આ પહેલા હજારો વર્ષ સુધી તેમનુ માનવીઓ સાથે સહઅસ્તિત્વ હતું. એક દસ વર્ષ લાંબા મહત્વાકાંક્ષી સંશોધન પ્રોજેકટના પરિણામો મુજબ સમગ્ર આર્કટિકમાંથી લેવાયેલા સેંકડો માટીના નમૂનાઓમાંથી ડીએનએનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું. આ પ્રોજેકટમાં સામેલ વૈજ્ઞાનિકોએ તળાવોમાંથી પરમાફ્રોસ્ટ અને કાંપના ૫૩૫ જેટલા નમૂના એકઠા કર્યા હતા. સાઈબીરીયા, અલાસ્કા, કેનેડા અને સ્કેન્ડિનેવિયાના અત્યંત ઠંડા સ્થળોએથી એકત્ર કરાયેલા નમૂનાઓ પૈકી ૭૩ સ્થળોએથી મેમથ્સના અવશેષો મળી આવ્યા હતા.

જમીનમાં સમાયેલા ડીએનએનું વિશ્લેષણ દર્શાવે છે કે સાઈબેરીયાની ભૂમિ ઉપર ૩૯૦૦ વર્ષ પહેલા મેમથ્સ (વિશાળકાય હાથી) રહેતા હતા. ઈજિપ્તના ગીઝાના મહાન પીરામીડ નિર્માણ થયા પછી અને સ્ટોનહેન્જના મેગાલીથ્સ બાંધવામાં આવ્યા એ સમયે મેમથ્સનું અસ્તિત્વ હતું.

સાઈબીરીયાથી દૂર દૂરના ટાપુઓ પર બચી ગયેલી ખૂબ નાની વસ્તીને બાદ કરતા મોટા ભાગના ઉનની કેશવાળીવાળા મેમથ્સ ૧૦,૦૦૦ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવતુ હતુ. સંશોધકોએ જણાવ્યુ હતુ કે ઉની ગેંડા ૯૮૦૦ વર્ષ પહેલા આર્કટિકની આસપાસ ફરતા હતા. અગાઉના અભ્યાસોએ તેમની લુપ્તતા આશરે ૧૪૦૦૦ વર્ષ પહેલા જણાવી હતી. તેના બદલે મેમોથ્સ સ્ટેપ્પી છેલ્લા વિસ્તારો આર્કટિકમાં એક અનોખી ગરમ અને ભીની બનતી ઈકોસિસ્ટમ જે હવે હયાત નથી ત્યાં ફરતા હતા.

વિશાળકાય ગેંડા, ઘોડા અને મેદાનના બાઈસનની હયાતી માટે રેકોર્ડમાં તારીખો સૂચવાય છે. આર્કટિકમાં મોડે સુધી આ પ્રણાણીઓના અસ્તિત્વનો કેસ મજબૂત બનાવે છે તેમ ટોરી હેરીઝ નામના એક ઉત્ક્રાંતિવાદી, લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમના જીવ વિજ્ઞાની અને મેમથ્સ સ્પેશ્યાલીસ્ટે જણાવ્યુ હતું.

(3:45 pm IST)