Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ટ્રેનની સફરમાં સતર્કતા જરૂરી ! ઝારખંડના હટીયા રેલવે સ્ટેશન પર કોરોનાના 40 પોઝીટીવ કેસ મળતા દોડધામ

25 ચેપ ગ્રસ્ત માત્ર તપસ્વિની એક્સપ્રેસમાં જ મળ્યા :દુર્ગા પૂજા બાદ હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો

નવી દિલ્હી :  ઝારખંડમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. આ કારણે રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી છે. સોમવારે હાટિયા રેલ્વે સ્ટેશન પર કોરોનાના ૪૦ નવા કેસ નોંધાયા હતા. તેમાંથી 25 ચેપ ગ્રસ્ત માત્ર તપસ્વિની એક્સપ્રેસમાં જ મળી આવ્યા છે.

આનાથી ભારતીય રેલવે તેમજ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.  કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યાં બાદ ભારતીય રેલવેએ ઘણી પેસેન્જર ટ્રેનોનું ઓપરેશન ફરી શરૂ કર્યું છે. તેમજ ઘણી વધુ ટ્રેનોનું સંચાલન શરૂ થવાની તૈયારીમાં છે. દરમિયાન ટ્રેન દ્વારા દેશના વિવિધ ભાગોમાંથી આવતા લોકોએ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે.

  દુર્ગા પૂજા દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર તરફથી છૂટછાટ આપવામાં આવી હતી. હવે આ બેદરકારી ભારે પડવા લાગી છે. રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓ વધવા લાગ્યા છે. દુર્ગા પૂજા બાદ હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ચેપ રાંચીમાં જોવા મળે છે. રાજધાનીમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે ૧૦૦ ની નજીક પહોંચી ગઈ છે

(7:10 pm IST)