Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ : જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાના કેન્દ્ર સરકારના નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર : બાળકોના મનોરંજન માટેની જગ્યા ,ટ્રાન્સપોર્ટેશન ,તથા ખુલ્લી જગ્યા હડપ કરવાનો સરકારનો ઈરાદો હોવાની રાવ : ત્રણ દિવસમાં જવાબ આપવા કેન્દ્ર સરકારને નામદાર કોર્ટની સૂચના

 ન્યુદિલ્હી : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાના કેન્દ્ર સરકારના નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણ અને શહેરી મુદ્દાઓ પર કામ કરતા રાજીવ સૂરી દ્વારા પડકારવામાં આવેલ છે.

સુરીએ કરેલી પિટિશનમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં બાળકોના મનોરંજન માટેની જગ્યા ,ટ્રાન્સપોર્ટેશન ,તથા ખુલ્લી જગ્યા હડપ કરવાનો સરકારનો ઈરાદો હોય તેવું જણાય છે. ફેરફારની સૂચના આપતો કેન્દ્ર સરકારનો આદેશ કલમ 21 નું ઉલ્લંઘન કરનારો છે કારણ કે તે દિલ્હીના રહેવાસીઓને સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં ગ્રીન અને  ખુલ્લી જગ્યાથી વંચિત રાખનારો છે.

આ મામલો જસ્ટિસ એએમ ખાનવિલકર અને સીટી રવિકુમારની બેન્ચ સમક્ષ આવ્યો હતો, જેણે ત્રણ દિવસમાં કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:13 pm IST)