Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અમે ગોડસેના હિન્દુસ્તાનની સાથે ન રહી શકીએ અમારે ગાંધી, નહેરૂનું હિન્દુસ્તાન જોઈએઃ મુફ્તી

કાશ્મીરને લડકી કે બંદૂકના દમ પર ન રાખી શકાયઃ કલમ 370 ફરી લાવવી પડશે અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો પડશેઃ મહેબૂબા મુફ્તી

 

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો ગોડસેના ભારત સાથે રહી શકે.અમે મહાત્મા ગાંધીનું ભારત ઇચ્છીએ છીએ. ભારતીય બંધારણમાં અમને મળેલી ઓળખ અને સન્માન પરત જોઈએ છે અને તે પણ વ્યાજ સાથે.

મહેબૂબાએ લોકોને એકઠા થવા અને બંધારણ દ્વારા અપાયેલા વિશેષ દરજ્જાને ફરી લાવવાના સમર્થનમાં તેમના સંઘર્ષ અને લોકોની ઓળખ અને સન્માનની સુરક્ષા માટે પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું.

બનિહાલના નીલ ગામમાં એક જનસભાને સંબોધતા મહેબૂબાએ એમ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકોએ પોતાના ભાગ્યનો નિર્ણય મહાત્મા ગાંધીના ભારત સાથે કર્યો હતો, જેમાં અમને કલમ 370 આપી, અમારુ પોતાનું બંધારણ અને ધ્વજ આપ્યો અને ગોડસે સાથે રહી શકીએ. જો તેઓ અમારી વસ્તુ છીનવી લેશે તો અમે પણ પોતાના નિર્ણય લઇ લેશું. તેમણે વિચારવું પડશે કે જો તેઓ પોતાની સાથે જમ્મુ કાશ્મીરને રાખવા માંગે છે તો તેમણે કલમ 370 ફરી લાગૂ કરવી પડશે અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો પડશે.

(11:13 pm IST)