Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

દેશમાં ડીઝીટલ બેંક બનાવવાની તૈયારી

નિતિ આયોગે રજુ કર્યા પ્રસ્તાવઃ સામાન્ય બેંકની જેમ મળી શકશે સેવાઓ : બેકીંગ એકટ હેઠળ આવરી લેવાશેઃ ઇન્ટરનેટ અને અન્ય ચેનલોનો કરાશે ઉપયોગ

નવી દિલ્હી તા. રપઃ નીતી આયોગે ડિઝીટલ બેંક બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે, જે પૂર્ણરૂપે ટેકનીક આધારીત હશે. ડીઝીટલ બેંક પોતાની સેવાઓ દેવા માટે ઇન્ટરનેટ કે એવી કોઇ ચેનલ ઉપર સૈધ્ધાંતિક રૂપે આધારીત હશે. આવી ડીઝીટલ બેંકની કોઇ ભૌતિક ઉપસ્થિતિ નહીં હોય.

નીતી આયોગે ડીઝીટલ બેંકસઃ અ પ્રપ્રોઝલ ફોર લાઇસેસીંગ એન્ડ રેગુલેટરી રીઝીમ ફોર ઇન્ડીયા નામક પરિચર્ચા પત્રમાં તેનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આયોગે દેશમાં ડીઝીટલ બેંકની લાઇસેંસીંગ અને નિયામકીય વ્યવસ્થાના રોડમેપની પણ ચર્ચા કરી છે. પત્રમાં ડીઝીટલ બેંકોને બેંકીગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯ હેઠળ બેંક તરીકે પરિભાષીત કરાયેલ છે.

પરિચર્ચા પત્ર મુજબ બીજા શબ્દોમાં ડીઝીટલ બેંક ડીપોઝીટ્સ અને લોન આપશે અને સાથે જ એવી સેવાઓ આપી શકશે જેનો ઉલ્લેખ બેંકીંગ એકટમાં કરાયો છે. જો કે પત્રમાં જણાવાયું છે આ પ્રસ્તાવિક છે કે ડીઝીટલ બેંક હાલની કોમર્શીયલ બેંકો સમાન વિવેકપૂર્ણ અને તરલતા માનદંડોને આધીન હશે.

તેમાં ઉલ્લેખ કરાયો છે કે દેશના પબ્લીક ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ખાસ તો યુપીઆઇએએ પ્રદર્શીત કર્યું છે કે કંઇ રીતે બાધાઓને હટાવી સુગમ રાહ બનાવી શકાય. યુપીઆઇથી કરાયેલ ટ્રાન્ઝેકશનનું મુલ્ય ૪ લાખ કરોડ રૂપીયાને પાર થઇ ગઇ છે. બીજી તરફ આધાર વેરીફીકેશનનો આંકો પપ લાખ કરોડ ઉપર પહોંચી ગયો છે.

આયોગે જણાવેલ કે આનાથી જાણવા મળે છે કે ભારત પાસે ડીઝીટલ બેંકો માટે લટેકનીક સંપૂર્ણ રીતે ઉપલબ્ધ છે. ડીઝીટલ બેંકીંગ માટે નિયામકીય ઢાંચો અને નિતીઓ બનાવવાની બ્લુ પ્રીન્ટ ભારતને ફિનટેકના ક્ષેત્રમાં ગ્લોબલ બીડરની સ્થિતિ મજબુત કરવામાં મદદગાર થશે.

(3:33 pm IST)