Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

૧૫મી સુધીમાં પીએમ કિસાન સમ્માન યોજનાનો હપ્તો જમા થશે

વર્ષનો છેલ્લો મહિનો ખેડૂતો માટે સારા સમાચાર લાવશે : કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ ઠીક કરવા વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે

નવી દિલ્હી, તા.૨૫ : વર્ષના છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી ૧૦માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં ડિસેમ્બરમાં ૨૦૦૦ રૂપિયા આવી જશે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં યોજના હેઠળ હપ્તા આવી ચૂક્યા છે. ૧૫ ડિસેમ્બર સુધીમાં સરકાર ૧૦મા હપ્તાના પૈસા પણ મોકલી શકે છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ ઠીક કરવા માટે અને તેમને આર્થિક મદદ કરવા માટે વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન યોજનાના હપ્તા આવી ચૂક્યા છે. હવે આગામી એટલે કે ૧૦મા હપ્તાના પૈસા આવતા મહિને આવનાર છે.

યોજનાનો હેતુ દેશના ખેડૂતોની આવક વધારવાનો અને સીધી રીતે તેમની આર્થિક મદદ કરવાનો છે. આગામી હપ્તાની રાહ જોતા ખેડૂતોને આવતા મહિને ફરીથી ખુશખબર મળનાર છે. જો તમે પણ માટે અરજી કરેલી છે તો તમારું નામ પ્રકારે લિસ્ટમાં ચેક કરી શકો છો.

(7:28 pm IST)