Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

દુનિયા પર તોળાતો વધુ એક વેવનો ખતરો:સાઉથ આફ્રિકામાં નવો B.1.1.529 વેરીઅન્ટ મળ્યો :12 ગણા ઝડપથી વધ્યા છે નવા કેસ!

સાઉથ આફ્રિકામાં 100, બોત્સવાના માં 3 અને હોંગકોંગ માં 1 કેસ નોંધાયો: WHOની ઇમરજન્સી બેઠક બોલાવવાની માગ: યુરોપ પહેલાં જ છે કોરોનાથી પરેશાન

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ગુરુવારે કોવિડ-19 સંબંધિત નવી માહિતી શેર કરતાં કહ્યું કે, તેઓએ બહુવિધ પરિવર્તનની સંભાવના સાથે એક નવો કોવિડ વેરીઅન્ટ મલ્ટીપલ મ્યુટેશન વાળો શોધી કાઢ્યો છે

દક્ષિણ આફ્રિકામાં ચેપની સંખ્યામાં વધારો થયા પછી આ પ્રકાર શોધી કાઢવામાં આવ્યો હતો. વાઈરોલોજિસ્ટ તુલિયો ડી ઓલિવિરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યે અમે એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં વધતા ચેપનું મુખ્ય કારણ છે.

વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આ વેરિઅન્ટ સાયન્ટિફિક લિનેજ નંબર B.1.1.1.529 તરીકે ઓળખાય છે. આ પ્રકારમાં ઘણું પરિવર્તન છે. બોત્સ્વાના અને હોંગકોંગમાં દક્ષિણ આફ્રિકાના મુસાફરોના કોવિડ ટેસ્ટમાં પણ આ પ્રકાર જોવા મળ્યો છે સાઉથ આફ્રિકામાં 100, બોત્સવાના માં 3 અને હોંગકોંગ માં 1 કેસ નોંધાયો છે

અત્રે ઉલ્લેખનીય છે કે યુરોપીયન દેશ હાલમાં કોરોનાના પ્રકોપથી પરેશાન છે જ્યારે ત્યારે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા વેરીઅન્ટ સાયન્ટિફિક લિનેજ નંબર B.1.1.1.529થી પરેશાન છે. ત્યારે દક્ષિણ આફ્રિકા દ્વારા WHOની ઇમરજન્સી બેઠક બોલાવવાનીમાંગ કરવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર, આ પ્રકાર આપણા માટે ચિંતાનું મુખ્ય કારણ છે અને ચેપમાં તાજેતરના ઝડપી વધારાનું મુખ્ય પરિબળ છે. નોંધપાત્ર રીતે, આ મહિનાની શરૂઆતમાં દરરોજ લગભગ 100 કેસની તુલનામાં બુધવારે દરરોજ ચેપના કેસોની સંખ્યા વધીને 1,200 થી વધુ થઈ ગઈ છે.  .

(9:27 pm IST)