Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

NOTA અને અપક્ષો ચૂંટણીના ગણિત કરશે ઉંધાચત્તા

પાંચમાંથી ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયનું કારણ આ બંને : અપક્ષો - બીજા રાજકીય પક્ષો અને સ્‍થાનિક પક્ષોને જેટલા મત મળ્‍યા તેટલા મતોથી કોંગ્રેસ હારી છે : ૨૦૧૭માં ૫,૫૧,૫૯૪ લોકોએ ‘નોટા'નું બટન દબાવ્‍યું હતું : મતો કાપવામાં બસપા - સીપીઆઇ - સીપીએમ - એનસીપી વગેરેની ભૂમિકા

નવી દિલ્‍હી તા. ૨૩ : ગુજરાતમાં સતા માટે ૧૮૨ સીટો ઉપર થયેલા પાંચ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્‍દ્રીય ચૂંટણી પંચના આંકડા જણાવે છે કે ગુજરાતનું ચૂંટણી ગણિત નોટા, નિર્દલીય અને અન્‍ય પક્ષ બગાડે છે. પાંચમાંથી ત્રણ વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એટલા જ મતથી હારેલી છે.જેટલું નિર્દળીય,બીજા રાષ્ટ્રીય પક્ષો અને ગુજરાતના સ્‍થાનિક પક્ષોએ તેમના નામે કર્યું હતું.

આંકડાના જણાવ્‍યા મુજબ, વર્ષ ૨૦૧૨,૨૦૦૭ અને ૧૯૯૮ની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ વચ્‍ચે હાર-જીતનું અંતર ૨૨,૪૪,૮૧૨, ૨૪,૩૦,૫૨૩ અને ૧૬,૨૩,૪૪૦ મત હતો.બીજી બાજુ સાપેક્ષમાં નિર્દળીયો, અન્‍ય રાષ્ટ્રીય સ્‍થાનિક દળોએ ૨૫, ૪૬,૫૦૩, ૨૫,૬૧,૪૫૭, ૩૩,૧૦,૦૪૬ માટે તેમના નામે કર્યો હતો.

પંચના જણાવ્‍યા મુજબ, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૫,૫૧,૫૯૪ લોકોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. બીજી બાજુ નિર્દળીય, અન્‍ય રાષ્‍ટ્રીય દળો અને સ્‍થાનિક પક્ષોને કુલ ૧૭,૭૯,૮૩૮ માટે આપ્‍યા હતા. આ તમામ મત મળીને કુલ ૨૩,૩૧,૪૩૨ માટે આપ્‍યા હતા. બીજી બાજુ આ ચૂંટણીમાં કોંગ્રેસ ૨૨,૮૬,૩૭૦ મતો થી હારી હતી. સ્‍પષ્ટ છે કે કોંગ્રેસ જેટલા મતોથી હારી હતી. તેનાથી ૪૫,૦૬૨થી વધુ મત નિર્દલીયો અન્‍ય દળો અને નોટાને મળ્‍યા હતા.

ગુજરાતની છેલ્લા પાંચ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો બીએસપી, સીપીઆઇ, સીપીએમ અને એનસીપી મત કાપવામાં સૌથી આગળ છે. આ પ્રકારે સ્‍થાનિક દળોમાં જેડીએસ, જેડીયુ, એસએચએસ અને એસપી જેવા દળ સામેલ હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં બીએસપીએ ૧૩૯ ઉમેદવાર ઉતાર્યા હતા.પક્ષને કુલ ૨,૦૬,૭૬૮ મત મળ્‍યા પરંતુ એક પણ ઉમેદવાર જીતી શક્‍યો નથી. ૨૦૦૨ની ચૂંટણીમાં એનએસપીના ૮૧ ઉમેદવારોને ૩,૪૯,૦૨૧ માટે મળ્‍યા પરંતુ જીત કોઈ ને નસીબ થઇ નહીં.

વર્ષ ૧૯૯૮ની ચૂંટણીમાં બીજેપી ૭૩,૦૦,૮૨૬ મતથી સૌથી મોટો પક્ષ બન્‍યો હતો. કોંગ્રેસ ૫૬,૭૭,૩૮૬ મતોની સાથે બીજો સૌથી મોટો પક્ષ બન્‍યો હતો. આ ચૂંટણીમાં ૧૬,૨૩,૪૪૦ મતોથી હારી હતી. બીજી બાજુ એકલા સ્‍થાનિક દળ ઓલ ઇન્‍ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીએ કુલ ૧૯,૦૨,૧૭૧ મત તેમના નામે કર્યા હતા.એઆઈઆરજેપીએ કુલ ૧૬૮ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી ચાર જ જીતી શકયા હતા જયારે ૧૧૪ના જામીન જપ્ત થઇ હતી.

આંકડા મુજબ કોંગ્રેસને છેલ્લા પાંચ ચૂંટણીમાં અંદાજે ૨૧,૪૯,૨૭૮થી ઓછા મત મળ્‍યા હતા. કોંગ્રેસની હારને મત પ્રતિશક્ષમાં સમજવામાં આવે તો ૨૦૧૭ની ચૂંટણીમાં બીજેપીની સરખામણીએ તેને ૮.૦૬ ટકા ઓછા મળ્‍યા હતા. બીજી બાજુ ૧૯૯૮ અને ૨૦૧૨ની ચૂંટણીમા મત ટકાવારીનું અંતર આઠથી નવ ટકા વચ્‍ચે હતું. ૨૦૦૨ અને ૨૦૦૭ની ચૂંટણી ફક્‍ત એવું હતું જયારે કોંગ્રેસ બીજેપીના હાથમાં દસ થી અગિયારસ ટકા મતોની મોટા અંતરથી ચૂંટણી હાર્યા હતા.

(12:00 am IST)