Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રાહુલ ગાંધીને બહેન પ્રિયંકાનો મળ્‍યો સાથઃ યાત્રામાં સાથે ચાલતા જોવા મળ્‍યા

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સચિન પાયલોટ પણ જોડાયા

ભોપાલ,તા.૨૪: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા' દક્ષિણ અને પヘમિના છ રાજયોમાંથી પસાર થઈ છે અને ભાજપ શાસિત મધ્‍ય પ્રદેશમાં પ્રવેશી છે. ૩,૫૭૦ કિલોમીટરની પદયાત્રા આજે રાજયમાં બોર્ગોન ગામથી શરૂ થઈ હતી, જયાં રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી સાથે જોડાયા હતા. ઉપરાંત સચિન પાયલોટ પણ સામેલ થયા હતા.

બોરગાંવથી યાત્રા શરૂ થઈ છે. લગભગ ૧૦ વાગ્‍યાની આસપાસ દુલ્‍હર ફાટા પાસે થોડો સમય યાત્રા રોકાઈ હતી. આ પછી યાત્રા શરૂ થઈને બરોડા આહીર પહોંચશે. અહીં બપોરે રાહુલ ગાંધી તાંત્‍યા ભીલને શ્રદ્ધાંજલિ આપશે. બપોરે ૨.૩૫ કલાકે આદિવાસી સભાનું આયોજન કરવામાં આવશે. આ પછી, યાત્રા લગભગ ૩ વાગ્‍યે પંથાણા - ગુરુદ્વારા સાહિબ પહોંચશે. અને સાંજે ૭-૮ના સુમારે યાત્રા રોશિયા (ખેરડા) ખાતે વિશ્રામ કરશે.

યાત્રા રાજસ્‍થાનમાં પ્રવેશતા પહેલા છ જિલ્લા બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્‍દોર, ઉજ્જૈન અને અગર-માલવાના ૨૫-૩૦ વિધાનસભા મતવિસ્‍તારોમાંથી પસાર થઈને મધ્‍ય પ્રદેશમાં ૩૯૯ કિલોમીટરનું અંતર કાપશે. મધ્‍યપ્રદેશની પાંચ લોકસભા સીટો ભારત જોડો યાત્રાના માર્ગમાં આવે છે. ખંડવા, ખરગોન, ઈન્‍દોર, ઉજ્જૈન અને દેવાસ. આ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસનું ફોકસ રૂટની તે ૧૬ વિધાનસભા સીટો પર છે, જેના પર હાલમાં ભાજપનો કબજો છે. પાર્ટી ૨૦૨૩ના વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૬ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોંગ્રેસે રાજયમાં ૨૦૧૮ ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, પરંતુ કમલનાથની આગેવાની હેઠળની તેની સરકાર બે વર્ષ પછી પડી ગઈ હતી કારણ કે જયોતિરાદિત્‍ય સિંધિયા ૨૦ થી વધુ ધારાસભ્‍યો સાથે ભાજપમાં જોડાયા હતા. આ પછી રાજયમાં ભાજપની સરકાર બની.

બુરહાનપુરના ટ્રાન્‍સપોર્ટ નગરમાં જાહેર રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓની ટીકા કરી, જેમાં તેમણે મોંઘવારી, અગ્નિવીર યોજનામાં કથિત ખામીઓ અને સરકારી સંસ્‍થાઓના ખાનગીકરણ તરફ ધ્‍યાન દોર્યું. તેમણે સંબોધનમાં કહ્યું, નોટબંધી અને GST એ કોઈ નીતિ નથી, તે એક હથિયાર છે. આ એવા હથિયારો છે જેનો ઉપયોગ નાના વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને MSMEને મારવા માટે કરવામાં આવ્‍યો હતો. તેણે વેપારીઓની કમર તોડી નાખી છે.

નવી આર્મી ભરતી યોજના પર રાહુલે કહ્યું, સરકાર અને ભારતીય સેના વચ્‍ચે પવિત્ર સંબંધ હતો, પરંતુ હવે મોદીની અગ્નિવીર યોજનાએ આ સંબંધ તોડી નાખ્‍યો છે. ચાર વર્ષની સેવા બાદ તેઓ બેરોજગાર થઈ જશે. ગુરુવારે, રાહુલ ગાંધી ખંડવા જિલ્લાના પંધાના શહેરમાં આદિવાસી પ્રતિષ્ઠિત તાંત્‍યા મામાના જન્‍મસ્‍થળ બરોડા આહીરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

(4:27 pm IST)