Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ટોપ ૧૦ મોસ્‍ટ પોપ્‍યુલર એક્‍ટ્રેસની યાદીમાં સામંથા ટોપ પરઃ દસમાંથી સાત સાઉથની છે

લિસ્‍ટમાં આલિયા ભટ્ટ બીજા નંબર પર છે. નયનતારાએ ત્રીજા નંબર પર જગ્‍યા બનાવીઃ કાજલ અગ્રવાલ ચોથા નંબરે અને દીપિકા પાદુકોણ પાંચમા નંબરે છે

નવી દિલ્‍હી, તા.૨૫: સાઉથ સિનેમા સતત પાન ઈન્‍ડિયા બની રહ્યું છે. સાઉથની વાતો અને સિતારા દરેક જગ્‍યાએ ચમકી રહ્યાં છે. સાઉથની ઓરિજિનલ ફિલ્‍મ હોય કે બોલિવૂડમાં તેની રિમેક હોય, દરેકનો દબદબો છે. હવે સાઉથની હિરોઇનો પણ લોકપ્રિયતાના મામલામાં બોલિવૂડને પછાડતી જોવા મળી રહી છે. ઓરમેક્‍સે મોસ્‍ટ પોપ્‍યુલર ફીમેલ સ્‍ટાર્સની યાદી બહાર પાડી છે. આ લિસ્‍ટમાં સાઉથની હિરોઈન છે અને ટોપ ૧૦ સ્‍થાનોમાંથી માત્ર સાઉથની અભિનેત્રીઓએ જ જીત મેળવી છે. આ યાદીમાં સામંથા રૂથ પ્રભુ ટોચ પર છે.

સમંથા રૂથ પ્રભુની ફિલ્‍મ યશોદા તાજેતરમાં રિલીઝ થઈ છે અને ફિલ્‍મને સારો પ્રતિસાદ મળ્‍યો છે. અગાઉ પુષ્‍પામાં સમંથાનું ગીત પણ ખૂબ પસંદ કરવામાં આવ્‍યું હતું. જોકે આ લિસ્‍ટમાં આલિયા ભટ્ટ બીજા નંબર પર છે. આલિયા ભટ્ટ તાજેતરમાં જ માતા બની છે અને તેનો કોઈ નવો પ્રોજેક્‍ટ ટૂંક સમયમાં રિલીઝ થશે તેવું લાગતું નથી. સાઉથની લેડી સુપરસ્‍ટાર તરીકે જાણીતી નયનતારાએ ત્રીજા નંબર પર જગ્‍યા બનાવી છે. કાજલ અગ્રવાલ ચોથા નંબરે અને દીપિકા પાદુકોણ પાંચમા નંબરે છે. દીપિકા પાદુકોણની આવનારી ફિલ્‍મોની વાત કરીએ તો તેમાં પઠાણ અને ફાઈટરના નામ મુખ્‍ય રીતે લઈ શકાય છે

રશ્‍મિકા મંદાના છઠ્ઠા નંબર પર છે. રશ્‍મિકા મંદન્નાએ થોડા દિવસો પહેલા ગુડબાય ફિલ્‍મથી બોલિવૂડમાં એન્‍ટ્રી કરી હતી. પરંતુ ફિલ્‍મ ક્‍લિક કરી શકી ન હતી. જ્‍યારે કેટરીના કૈફ સાતમા નંબર પર છે. તાજેતરમાં જ તેનો ફોન ભૂત આવ્‍યો, પરંતુ આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર કોઈ ચાર્મ બતાવી શકી નહીં. આઠમા નંબર પર અનુષ્‍કા શેટ્ટી, નવમા નંબરે કીર્તિ સુરેશ અને દસમા નંબરે ત્રિશા કળષ્‍ણન છે. આ રીતે આ લિસ્‍ટમાં સાઉથની હિરોઈનોનો દબદબો રહ્યો છે.

(11:00 am IST)