Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુપ્રીમ કોર્ટે પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડાનું નામ બદલવાની જાહેર હિતની અરજી ફગાવી દીધી :અરજી વ્યર્થ છે અને તે ન્યાયિક ક્ષેત્રની બહાર છે કારણ કે તે નીતિ વિષયક બાબત છે : નામદાર કોર્ટનું મંતવ્ય

 
"અરજી વ્યર્થ છે અને તે ન્યાયિક ક્ષેત્રની બહાર છે કારણ કે તે નીતિની બાબત છે," કોર્ટે કહ્યું
સુપ્રિમ કોર્ટે શુક્રવારે પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા [ઓંકાર શર્મા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ એનઆર]ના નામોમાં ફેરફારની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL)ને ફગાવી દીધી હતી.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યું કે આ અરજી વ્યર્થ છે અને નીતિ વિષયક ક્ષેત્રમાં આવે છે.

આ અરજી 28 જુલાઈના બોમ્બે હાઈકોર્ટના આદેશ સામેની અપીલ હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:45 pm IST)