Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ચૂંટણી પંચે કોઈના ગુલામ બનીને કામ ન કરવું જોઈએઃ સંજય રાઉત

જો સરકાર જ ચૂંટણી પંચમાં મનફાવે તે નિમણુંક કરવા લાગશે તો લોકશાહી બચી શકશે નહી

મુંબઈઃ ચૂંટણી પંચ બાબતે સંજય રાઉતે મોટી વાત કહી છે. રાઉતે કહ્યું કે દેશની લોકશાહી આજે ચૂંટણીપંચના હાથમાં છે. ત્યારે ચૂંટણી પંચ કોઈના ગુલામ બનીને કામ ના કરવું  જોઈએ.  તેમણે ચૂંટણી કમિશ્નર અરૃણ ગોયલની નિયુકિત બાબતે ચાલી રહેલા વિવાદ પર કહ્યું કે જો સરકાર જ પંચમાં મન પડે તેમ નિયુકિત કરે તો લોકશાહી નહીં બચી શકે.

સંજય રાઉતે આક્ષેપ કર્યો કે જો ચૂંટણી પંચ તટસ્થ હોય તો અમારા પણ શિવસેનાનું નામ અને નિશાનના છીનવાત. દેશની બધી સંસ્થાઓ આજે દબાણ હેઠળ કામ કરી રહી છે. અમે જે કહીએ છીએ તેવું સુપ્રીમનું પણ કહેવું છે. તેમણે સવાલ પૂછયો કે કોઈપણ ચૂંટણી કમિશ્નર પોતાનો કાર્યકાળ પુરો નથી કરી શકતા એવું કેમ થાય છે.

રાઉતે કહ્યું કે દેશને ટીએન શેષન પછી તેમના જેવા ચૂંટણી કમિશ્નર હજુ સુધી નથી મળ્યા. તેમના રીટાયર થયા પછી જયારે શેષને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી ત્યારે શિવસેનાએ તેમને મત આપ્યો હતો. દેશને શેષન જેવા તટસ્થ ચૂંટણી કમિશ્નરની જરૃર છે. જેથી દેશમાં લોકશાહી જીવિત રહી શકે.

(3:51 pm IST)