Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સતત ૨૪ કલાક સુધી સર્કસ ચાલ્યુ

લંડન, તા.૨૫: કમ્બોડિયાની બૅટમ બેંગ સિટીમાં આવેલા કમ્બોડિયન્સ સર્કસે વિશ્વના સૌથી લાંબો સમય ચાલેલા સર્કસનો ખિતાબ મેળવ્યો છે. આ સર્કસ ૨૪ કલાક ૧૦ મિનિટ ૩૦ સેકન્ડ ચાલ્યું હતું. કમ્બોડિયા વિસ્થાપિતો દ્વારા યુદ્ધના અસર હેઠળનાં બાળકોની સહાય કરવા તેમ જ દેશની સંસ્કૃતિ અને શિક્ષણને પુનઃ સ્થાપિત કરવા એક સંસ્થા ફેર અનલ્યુ સેલફેકની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થાએ અત્યાર સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાયેલાં ૮૦૦ કરતાં વધુ બાળકોને શિક્ષિત કર્યાં છે તથા ૧૦૦ કરતાં વધુ બાળકોને તાલીમ આપી છે જેને પગલે સેંકડો પરિવાર ગરીબીની રેખાથી ઉપર ઊઠી શક્યા હતા તથા કમ્બોડિયાની સંસ્કૃતિને જીવંત રાખી શક્યા હતા. ગયા દસકામાં તેઓ પ્રખ્યાત પ્રાણીમુકત સર્કસ તૈયાર કરી ટૂરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

(3:55 pm IST)