Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

આર્મી ડેન્ટલ કોર્પ્સમાં પુરુષો માટે 90% અનામત:દિલ્હી હાઈકોર્ટે પરિણામો પર સ્ટે મૂક્યો :કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : આર્મી ડેન્ટલ કોર્પ્સ (એડીસી)માં પુરૂષ ઉમેદવારો માટે 90% અનામતને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી.અરજીમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કુલ 30 ખાલી જગ્યાઓમાંથી સેનાએ પુરૂષો માટે 27 અને મહિલાઓ માટે માત્ર 3 બેઠકો આરક્ષિત કરી છે. [ડૉ ગોપિકા નાયર વિ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ઓઆરએસ]

ન્યાયમૂર્તિ સુરેશ કુમાર કૈત અને સૌરભ બેનર્જીની બેન્ચે ચાલુ ભરતીના પરિણામોની ઘોષણા પર સ્ટે મૂકવાનો આદેશ પણ આપ્યો હતો અને 12 ડિસેમ્બર, 2022ના રોજ વધુ વિચારણા માટે આ બાબતને સૂચિબદ્ધ કરી હતી.

અસરગ્રસ્ત દંત ચિકિત્સકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કુલ 30 ખાલી જગ્યાઓમાંથી સેનાએ પુરૂષો માટે 27 અને મહિલાઓ માટે માત્ર 3 બેઠકો આરક્ષિત કરી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:30 pm IST)