Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સજાતીય લગ્નને માન્યતા આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી :સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર,નો જવાબ માંગ્યો :ચાર સપ્તાહમાં જવાબ આપવાનો નામદાર કોર્ટનો નિર્દેશ



ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને ભારતના એટર્ની જનરલ આર વેંકટરામાણીને સ્પેશિયલ મેરેજ એક્ટ [સુપ્રિયો @ સુપ્રિયા ચક્રવર્તી વિ. યુનિયન ઑફ ઈન્ડિયા] હેઠળ સમલિંગી લગ્નને માન્યતા આપવા માટે ગે યુગલો દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓ પર નોટિસ જારી કરી હતી.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકાર અને તેના ટોચના કાયદા અધિકારીનો જવાબ માગતા પહેલા આ મામલે સુનાવણી કરી હતી.

કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સમલૈંગિક યુગલો દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓની સુનાવણી કરી રહી હતી.

હૈદરાબાદમાં રહેતા બે સમલૈંગિક પુરુષો સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગની મુખ્ય પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર LGBTQ+ નાગરિકો સુધી વિસ્તરવો જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:21 pm IST)