Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વિશેષ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે શિક્ષકોની નિમણૂક અંગે યુપી સરકાર ઊંઘી રહી છે : 'અપૂરતું' સોગંદનામું દાખલ કરવા બદલ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી : આગામી સુનાવણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.જેમાં વિશેષ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ભણાવવા માટે રાજ્યમાં વિશેષ શિક્ષકોની અછત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન યુપી સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તેઓ 12000 નિયમિત શિક્ષકોની નિમણૂક પર વિચાર કરી રહ્યા છે અને આ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે.

"તમે ઊભા છો, બેઠા છો કે સૂતા છો, અમને ખબર નથી પડતી. અમે ફોન કરીને ઉપદેશ આપતા રહીએ છીએ, આ શું છે? શું આ આપણે કરવાનું છે, મેડમ?" વકીલે બેંચને જણાવ્યું કે નોડલ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. પ્રક્રિયા "ચાલુ" છે. ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે સમસ્યા એ છે કે નિયમિત નિમણૂકો થતી નથી. યોગ્ય લોકોને રાહ જોવામાં આવે છે.

કેસની આગામી સુનાવણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં થશે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:43 pm IST)