Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

કેનેડામાં હૃદયદ્રાવક ઘટના : ભારતીય મૂળના કિશોરની છરીના ઘા મારીને હત્યા

કોલંબિયા : કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હાઈસ્કૂલના પાર્કિંગમાં ભારતીય મૂળના એક કિશોરને અન્ય એક કિશોરે કથિત રીતે ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. અખબાર 'વેનકુવર સન'ના સમાચાર અનુસાર, ભારતીય મૂળના કિશોરની  ઓળખ મહેકપ્રીત સેઠી તરીકે થઈ છે. મંગળવારે સરેમાં તમનાવિસ સેકન્ડરી સ્કૂલના પાર્કિંગમાં થયેલી લડાઈ બાદ 17 વર્ષના છોકરાની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, સ્કૂલના પ્રિન્સિપાલે મંગળવારે ઘટનાની પુષ્ટિ કરી હતી, જોકે તેણે કહ્યું હતું કે ભારતીય મૂળનો કિશોર (18) સ્કૂલની વિદ્યાર્થી નથી. રિપોર્ટમાં ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમના સાર્જન્ટ ટિમોથી પીરોટીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "આ સમયે એવું માનવામાં આવે છે કે શંકાસ્પદ અને સેઠી એકબીજાને ઓળખતા હતા અને આ એક અલગ ઘટના છે. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(7:03 pm IST)