Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

UAE સરકારનો કડક નિર્ણય : દેશમાં સિંગલ નામના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ:નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ: નવો નિયમ “માત્ર પ્રવાસ વિઝા/આગમન/રોજગાર પરના વિઝા અને અસ્થાયી વિઝા પરના પ્રવાસીઓને જ લાગુ થશે હાલના UAE નિવાસી કાર્ડ ધારકોને આ ફેરફારથી કોઈ અસર થશે નહીં

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પોતાના દેશમાં આવતા લોકો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના નવા નિર્ણય મુજબ હવે એકલ નામવાળા લોકોને UAEમાં પ્રવેશ નહીં મળે. UAE દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાના આધારે, એર ઈન્ડિયા અને AI એક્સપ્રેસ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જે મુજબ એકલ નામવાળા મુસાફરોને હવે UAEમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નવો નિયમ પણ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. યુએઈનો નવો નિયમ “માત્ર પ્રવાસ વિઝા/આગમન/રોજગાર પરના વિઝા અને અસ્થાયી વિઝા પરના પ્રવાસીઓને જ લાગુ થશે જ્યારે હાલના UAE નિવાસી કાર્ડ ધારકોને આ ફેરફારથી કોઈ અસર થશે નહીં.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)