Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ઓસ્ટ્રેલિયામાં એક મહિલાની હત્યાના આરોપમાં ભારતમાંથી એક વ્યક્તિની ધરપકડ: 55 કરોડના ઈનામની હતી જાહેરાત

આરોપીની ભારતીય સત્તાવાળાઓએ દિલ્હીમાં ધરપકડ કરી:ઓસ્ટ્રેલિયા પ્રત્યાર્પણ માટે ટૂંક સમયમાં સુનાવણી થશે

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષ પહેલા એક મહિલાની હત્યાના આરોપમાં ભારતમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ રજવિંદર સિંહ છે.

આ અંગેની વિગત મુજબ ઓક્ટોબર 2018માં 24 વર્ષીય ટોયા કોર્ડિંગ્લેની લાશ મળી આવી હતી. તેની ખુબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં ક્વીન્સલેન્ડ સરકારે આરોપીઓની માહિતી માટે 55 કરોડ રૂપિયાના ઈનામની ઓફર કરી હતી.

ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે આરોપીની ભારતીય સત્તાવાળાઓએ શુક્રવારે દિલ્હીમાં ધરપકડ કરી હતી. તેના ઓસ્ટ્રેલિયા પ્રત્યાર્પણ માટે ટૂંક સમયમાં સુનાવણી થશે.

ઓસ્ટ્રેલિયા લાવ્યા બાદ આરોપી સામે ફોજદારી કેસ શરૂ કરવામાં આવશે. ક્વીન્સલેન્ડ પોલીસ કમિશનર કેટરીના કેલોરે કહ્યું, “મને ખાતરી છે કે અમારો કેસ કોર્ટમાં લઈ જવા માટે ખૂબ જ મજબૂત છે.”

રાજવિંદર સિંહ નર્સ તરીકે કામ કરતો હતો. પરંતુ, તોયાનો મૃતદેહ મળ્યા બાદ તે તેની નોકરી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ભાગી ગયો હતો. તેની તસવીર સિડની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી.

ટોયા કોર્ડિંગલી 21 ઓક્ટોબર 2018 ના રોજ તેના કૂતરાને ફરવા માટે વેનઝેટી બીચ પર ગઈ હતી પરંતુ ત્યાંથી પાછી ફરી ન હતી. બીજા દિવસે મહિલાના પિતાને તેની અડધી બળેલી લાશ મળી હતી.

મૂળ પંજાબના બટર કલાનનો રહેવાસી રજવિંદર સિંહ હત્યા વખતે ઇનિસફેલમાં રહેતો હતો.

 

(9:18 pm IST)